લોકડાઉનથી કોરોના નહીં અટકે: રઘુરામ રાજન

નવી દિલ્હી તા.27
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને જણાવ્યું છે કે, લોકડાઉનથી પણ કદાચ ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવી નહીં શકાય. બ્લૂમબર્ગને આપેલા એક ઈન્ટર્વ્યુમાં રાજને કહ્યું હતું કે, લોકડાઉનથી લોકો કામ પર નહીં જઈ શકે અને તેઓ ઘરોમાં પણ આઈસોલેટેડ નહીં રહી શકે. તેમાંય ઝૂંપડપટ્ટીમાં તો લોકો એકબીજાની ખૂબ જ નજીક રહેતા હોય છે. તેવામાં ઈન્ફેક્શનને ફેલાતું અટકાવવું ખૂબ અઘરું રહેશે.
લોકડાઉનને કારણે ગરીબોને ખૂબ જ અસર થશે તેમ કહેતા રાજને કહ્યું હતું કે, ભારતનું નબળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ કોરોના સામે લડવા સક્ષમ છે કે
કેમ તે એક સવાલ છે. હાલની કટોકટીનો સામનો કરવા દેશે તેના તમામ સંસાધન તેમાં જોતરી દેવાની જરુર છે.
વૈશ્વિક સ્તરે કોરોનાને કાબૂમાં લેવાના પ્રયાસો અંગે તેમણે કહ્યું હતું કે, મૂંઝવણ અને દેશો
વચ્ચે કોર્ડિનેશનનો અભાવ સ્વાભાવિક બાબત છે. દરેક દેશ કોરોનાથી બચવા મથી રહ્યો છે. કેટલીક મૂંઝવણ સમજી શકાય તેવી બાબત છે. વિશ્વના બીજા દેશોની મદદ કરતા પહેલા દરેક દેશે પોતાના માટે મેડિકલ સપ્લાય


સુનિશ્ચિત કરવો આવશ્યક છે. સૌથી જરુરી બાબત એ છે કે આ વાયરસનો દેશમાંથી જડમૂળમાંથી ખાત્મો કરવો જરુરી છે, નહીંતર તે ફરી ત્રાટકી શકે છે.
કોરોના સામે લડવામાં અમીર દેશોએ ગરીબ દેશોની મદદ કરવી જોઈએ
તેવો મત વ્યક્ત કરતા રાજને કહ્યું હતું કે ગરીબ દેશો પણ વિકટ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, અને તેમની પાસે કોરોના સામે લડવા માટે પર્યાપ્ત સંસાધનો નથી. દર્દીઓને બચાવવા માટે તેમની પાસે વેન્ટિલેટર્સની પણ તંગી છે. કોરોનાના બીજા અને ત્રીજા તબક્કામાં ફેલાવા અંગે પણ રાજને કહ્યું હતું કે તેનો પ્રોગ્રેસ ટ્રેક કરવા માટે તમામની નજર ચીન પર મંડરાયેલી છે.
ભારતે કોરોનાને ફેલાતો
રોકવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. દેશમાં તેના કારણે વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે અને તેના કારણે મંદી આવે તેવો પણ ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. ભારતીય શેરબજાર પણ કોરોનાને કારણે ખાસ્સું ધોવાઈ ચૂક્યું છે. જોકે, હાલની સ્થિતિને 2008ની મંદી સાથે સરખાવી ન શકાય તેવો રઘુરામ રાજને સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ