શેરબજાર દિવસભર ઉતાર-ચઢાવ

(વાણિજય સંવાદદાતા) મુંબઈ તા,27
ભારતીય શેર બજારમાં આજે ખુલતાની સાથે જ શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 1100 પોઇન્ટની તેજી જોવા મળી હતી તો નિફ્ટીમાં 8985ની આસપાસ જોવા મળી હતી. આ લખાય છે ત્યારે 3 વાગ્યે સેન્સેક્સ 57 પોઇન્ટ ઘટી 29889 અને નિફ્ટી 35 અંક વધી 8676 ઉપર ટ્રેડ કરી રહ્યા હતા.
બેંન્કીગ, નાણાકીય, ઓટો, રિયલ્ટી અને વપરાશના
શેરોમાં જોરદાર લાભ જોવા મળી રહ્યો છે. મિડ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 3.5 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.8 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

આજે
ઓઇલ-ગેસ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઈનો ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1.3 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. આજના બિઝનેસમાં ચારે બાજુ હરિયાળી જોવા મળી છે. બેન્કના શેરમાં ભારે ખરીદીને કારણે બેન્ક નિફ્ટી 7.2 ટકાથી 21,029.40ની સપાટીએ જોવા મળી રહ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 3.05 ટકા, એફએમસીજી ઈન્ડેક્સ 2.5. ટકાની, આઇટી ઇન્ડેક્સ 2.5 ટકા, મેટલ ઇન્ડેક્સ 2.6 ટકા, ફાર્મા ઈન્ડેક્સ 3 ટકા અને રિયલ્ટી


ઇન્ડેક્સ 4.5. ટકા વધ્યા છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સમાં 1100 પોઇન્ટ એટલે કે 3.6% ની મજબૂતી સાથે 31,045 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, ગજઊ 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ
નિફ્ટી આશરે 350 પોઇન્ટ એટલે કે 4% ની મજબૂતી સાથે 8985 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.
ગઈકાલના કારોબારમાં, યુએસ બજારોમાં ડાઉમાં ત્રીજા દિવસે સતત ઉછાળો નોંધાવ્યો છે, ડાઉ ત્રણ દિવસમાં 20 ટકાથી વધુ આગળ
ગયો છે. 90 વર્ષમાં ડાઉમાં 3 દિવસની સૌથી વધુ તેજી આવી છે. અપેક્ષિત કરતા વધુ બેરોજગાર હોવા છતાં આ વધ્યું છે. કોરોના સંકટને કારણે યુ.એસ. માં બેરોજગારી વધી છે. ગયા અઠવાડિયે, 30.2 લાખ લોકોએ બેકારી ભથ્થું માંગ્યું હતું. જોબ લેસ ક્લેમના આંકડા રેકોર્ડ સ્તરે રહ્યા છે. જોબલેસ દાવાઓના આંકડા ધારણા કરતા વધારે રહ્યા છે.
રેસ્ટોરાં, બાર, સિનેમાઘરો કોરોનાને કારણે બંધ છે. ઓટો કંપનીઓનું ઉત્પાદન સ્થિર છે,
હવાઈ સેવા મર્યાદિત છે. આમ છતાં એશિયન બજારો પણ મજબૂત દેખાઈ રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ