કોરોના સામેના જંગમાં રિલાયન્સની જંગી મદદ

(એજન્સી)
નવીદિલ્હી તા,24
કોરોના સામે જંગ લડી રહેલા ઇમરજન્સી સેવાઓની મદદ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે. આજે કંપનીએ એક પછી એક ઘણા પગલાંની જાહેરાત કરી છે. કંપનીના અનુસાર તે દર્દીઓને લાવનાર ઇમરજન્સી સેવાઓની ગાડીઓને મફતમાં ઇંધણ આપશે. તેમાં દર્દીઓને લઇ જવામાં ખૂબ મદદ મળશે.
આ સાથે જ મહામારીનું સ્તર જોતાં કંપની માસ્ક બનાવવાની ક્ષમતા વધારીને એક લાખ માસ્ક
પ્રતિદિન કરવા જઇ રહી છે. તો બીજી તરફ કંપની દેશના ઘણા શહેરોમાં મફતમાં ખાવાની પણ વ્યવસ્થા કરશે, જેથી બંધ વચ્ચે ગરીબોને ભોજન મળી શકે.
કંપનીએ સ્પષ્ટ કર્યું કે જો વાયરસના લીધે કામને બંધ કરવું
પડે છે તો તે આ દરમિયાન અસ્થાઇ અને કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચરીઓને ચૂકવણી કરતી રહેશે. તો બીજી તરફ કંપની અનુસાર ફક્ત 2 અઠવાડીયામાં 100 પથારીનું એક ખાસ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવામાં આવશે.
તો બીજી તરફ કંપનીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત કોષમાં 5 કરોડ રૂપિયા પણ આપ્યા છે. આ સાથે જ રિલાયન્સે પોતાના ગ્રોસરી સ્ટોરને 7 વાગ્યાથી
રાત્રે 11 વાગ્યા સુધી ખોલવાનો નિર્ણય કર્યો છે. કંપનીના
અનુસાર સ્ટોર ખોલવાનો નિર્ણય સરકારના દિશા નિર્દેશો અનુસાર રહેશે. જ્યારે કોઇ સીમા નક્કી
છે તો સ્ટોર લાંબા સમય સુધી ખુલશે નહી.

ઈમર્જન્સી સેવા આપી રહેલા વાહનોને મફત ઈંધણ
પ્રતિદિન 1 લાખ માસ્ક ઉત્પાદન કરવાની વ્યવસ્થા
અનેક શહેરોમાં ગરીબોને મફત ભોજન આપવા તૈયારી
હંગામી અને કોન્ટ્રાક્ટ પરના કર્મીને સવેત્તન રજા અપાશે
2 અઠવાડિયામાં 100 બેડની સુવિધાવાળુ કોરોના સેન્ટર
મુખ્યમંત્રીના રાહતકોષમાં 5 કરોડ રૂપિયાનું રોકડ યોગદાન

જિયોનું વર્ક ફ્રોમ હોમ રિચાર્જ પેક
નવી દિલ્હી: મુકેશ અંબાણીના નેતૃત્વવળી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ કોરોના વાયરસના લીધે વર્ક ફ્રોમ હોમ માટે મજબૂર લોકોની મદદ માટે એક નવો પ્રિપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે, જેનું નામ વર્ક ફ્રોમ હોમ રિચાર્જ પેક છે અને તેની કિંમત 251 રૂપિયા છે. લાખો લોકો અત્યારે કોરોના વાયરસની મહામારીના લીધે પોતાના ઘરેથી કામ કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત જિયોએ એક 101 રૂપિયાવાળો 4જી ડેટા વાઉચર પણ લોન્ચ કર્યો છે, જે જિયો ગ્રાહકોને હાલના પ્લાનની વેલિડિટી સાથે કામ કરશે. આ ઉપરાંત કંપનીએ હાલના જિયો પ્લાનની વેલિડિટી સાથે 101 રૂપિયાવાળો 4જી ડેટા વાઉચર પણ રજૂ કર્યું છે. 101 રૂપિયાવાળા પ્લાનમાં 12જીબી હાઇ-સ્પીડ ડેટા અને 1000 મિનિટ જિયો ટૂ નોન-જિયો વોઇસ કોલ્સની સુવિધા પણ મળશે. પ્લાનની વેલિડિટી પુરી થતાં ઘટીને 64 કેબીપીએસ થઇ જશે.

રિલેટેડ ન્યૂઝ