સેન્સેક્સમાં 440 પોઇન્ટનો કડાકો

મુંબઈ તા.27
ભારતીય શેરબજારોમાં આજે મંદી જોવા મળી રહી છે. એક તબક્કે સેન્સેક્સ 440 અંક ઘટી 39449 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 133 અંક ઘટી 11545 પર કારોબાર કરી રહ્યો હતો. બાદમાં રિકવરી આવી હતી. એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરાનાવાઈરસનું સંક્રમણ વધવાથી રોકાણકારો બજારથી દૂર જઈ રહ્યાં છે. આ સિવાય એફઆઇઆઇ પણ બજારમાંથી પૈસા નીકાળી રહ્યાં છે. આ લખાઇ રહ્યું છે ત્યારે બપોરે અઢી વાગ્યે સેન્સેક્સ 228 પોઇન્ટ ઘટી 39660 અને નિફ્ટી 72 પોઇન્ટ ઘટી 11605 ઉપર ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પર એમએન્ડએમ, ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ડ્સલેન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમએન્ડએમ 1.86 ટકા ઘટી 494.15 પર કારોબાર કરી રહ્યો છે. ટીસીએસ 1.68 ટકા ઘટી 2,807.30 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ટાઈટન કંપની, એનટીપીસી, કોટક મહિન્દ્રા, લાર્સન, આઈટીસી સહિતના શેરોમાં વધારો જોવા મળી


રહ્યો છે. ટાઈટન કંપની 1.04 ટકા વધી 1,268.55 પર કારોબાર કરી રહ્યો છે. એનટીપીસી 0.27 ટકા વધી 109.5 પર કારોબાર કરી રહ્યો છે.

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
યસ બેન્ક 2.46%
ટાઈટન 1.01%
એનટીપીસી 0.27%
એલટી 0.19%
સન ફાર્મા 0.17%

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર વધારો
સિપ્લા 2.53%
એમએન્ડએમ 1.88%
જેએસડબલ્યુ સ્ટીલ 1.78%
વિપ્રો 1.67%
એચસીએલ ટેક 1.65%

રિલેટેડ ન્યૂઝ