સરકારી બેંકોના ‘મેગા મર્જર’ પર યોગ્ય સમયે જાહેરનામું બહાર પાડવામાં આવશે : સીતારામન

નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે કહ્યું હતું કે, સરકાર ગ્રામીણ વિસ્તારોમાં બેંકો દ્વારા વિસ્તૃત કૃષિ લોન પર નજર રાખી રહી છે. તેમણે આગામી નાણાકીય વર્ષમાં રૂ .15 લાખ કરોડની કૃષિ લોન આપવાની આશા વ્યક્ત કરી હતી. નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં સરકારે કૃષિ લોન વિતરણ 11 ટકા વધારીને 15 લાખ કરોડ કરવાની દરખાસ્ત કરી છે. આ સિવાય 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ અને સહયોગી ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે રૂ. 1.6 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડને સંબોધન કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા સીતારામણે કહ્યું કે, “ક્રેડિટ મર્યાદા વધારી દેવામાં આવી છે. મને ખાતરી છે કે નીચલા સ્તરની જરૂરિયાતો પૂર્ણ થઈ છે .અમને આશા છે કે માંગ વધશે અને લોનની જરૂરિયાતો પૂરી થશે. હું બેંકો અને તેમના લોન વિતરણોનું મોનિટર કરું છું, અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. તેથી, મને લાગે છે કે અમે તેમ કરવામા સફળ થઇ શકશું.”વર્ષ 2020-21ના બજેટમાં ખેડૂતોની આવક વધારવા માટેની યોજના, પીએમ-કિસાન માટે સરકારે 75,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં, આ હેઠળ સમાન રકમ ફાળવવામાં આવી હતી. જોકે, સુધારેલા અંદાજમાં આ યોજના માટેની ફાળવણી ઘટાડીને રૂ. 54,370 કરોડ કરવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, રૂ .13.5 લાખ કરોડના કૃષિ વિતરણનું લક્ષ્ય છે. સામાન્ય રીતે, કૃષિ લોન પર વ્યાજ નવ ટકા છે. જો કે સરકાર ખેડૂતોને અપાયેલી લોન પર બે ટકા સબસિડી આપી રહી છે. આને કારણે સાત ટકાના વાર્ષિક વ્યાજે ખેડુતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળી રહી છે.
જાહેર ક્ષેત્રની બેંકોના સૂચિત પૂલ અંગે નાણામંત્રીએ કહ્યું કે શનિવારે આરબીઆઈ બોર્ડની બેઠકમાં આ વિશે કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું, “મને કોઈ કારણ દેખાતું નથી, જેના કારણે નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે અથવા જાહેરનામું બહાર પાડવામાં થોડો વિલંબ થશે ..તમને યોગ્ય સમયે આ વિશે માહિતી મળશે.”

રિલેટેડ ન્યૂઝ