રાંધણગેસમાં બમણી સબસિડી

મોદી સરકારની ‘વેલેન્ટાઇન-ડે’એ દેશના ગરીબ-મધ્યમ વર્ગને મોટી ભેટ

નવી દિલ્હી તા.14
રાંઘણ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારા બાદ વિરોધથી ઘેરાયેલી કેન્દ્રની મોદી સરકારે ઘરેલૂ ગેસ ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઘરેલૂ ગેસ સિલિન્ડર પર આપવામાં આવી રહેલી સબસિડીને લગભગ બમણી કરી દીધી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ગુરૂવારે એક નિવેદન જાહેર કરી જાણકારી આપી હતી. સાથે જ ગેસના ભાવમાં વધારાનું કારણ જણાવ્યું હતું.
પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં અત્યાર સુધી 14.2 કિલોના સિલિન્ડર પ્ર 153.86 રૂપિયાની સબસિડી મળતી હતી, જેને વધારીને 291.48 રૂપિયા કરી દીધી છે. આ પ્રકારે વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ વહેંચવામાં આવેલા કનેક્શન પર અત્યાર સુધી જે 174.86 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી મળતી હતી, તેને વધારીને 312.48 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દેવામાં આવી છે.

26 કરોડથી વધુ કંઝ્યુમરને સબસિડી
સરકારે જણાવ્યું કે હાલના સમયમાં 27.76 કરોડથી વધુ કનેક્શનો સાથે રાષ્ટ્રીય એલપીજી કવરેજ લગભગ 97 ટકા છે. લગભગ 27.76 કરોડમાંથી લગભગ 26.12 કરોડ ગ્રાહકોના મામલે વધારાને સરકાર વહન કરે છે.

રિલેટેડ ન્યૂઝ