આવતીકાલથી અમૂલ દૂધના ભાવમાં વધારો

આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ અમૂલે પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. કંપનીના જયંત મહેતાએ જણાવ્યું હતું કે, બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી અમલી બનશે. બીજી તરફ મધર ડેરીએ પણ દૂધમાં લિટરે 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ