સપ્તાહના આખરી દિવસે શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સે 41 હજાર તથા નિફ્ટીએ 12 હજારની સપાટી કુદાવી

રાજકોટ, તા.19
શુક્રવારે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. સવારે સેન્સેક્સ 284 અંકોના ઉછાળા સાથે 40,865.99 પર અને નિફ્ટી 77 પોઈન્ટનાં ઉછાળા સાથે 12,048.70ના સ્તરે પહોંચી ગયા હતા. સેન્સેક્સમાં વેદાંતા લિમિટેડ, યસ બેંક અને ટાટા મોટર્સમાં સૌથી વધારે તેજી જોવા મળી હતી.
ગુરુવારે શેરબજાર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 169 અંક મજબૂત થઈને 40,581.71નાં સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી પણ 62 અંકોની તેજી સાથે 11,971.80ની નજીક પહોંચી ગયો હતો. નિફ્ટી પર 11 પ્રમુખ ઈન્ડેક્સમાંથી 10 ઈન્ડેક્સ ગ્રીન સિગ્નલ પર બંધ થયા હતા.
વૈશ્વિક બજારની વાત કરીએ તો 12 ડિસેમ્બરે અમેરિકા અને યુરોપનાં બજારો વધારા સાથે બંધ થયા હતા. તો એશિયાઈ માર્કેટ પણ ગ્રીન સિગ્નલમાં કારોબાર કરી રહ્યા હતા.
અમેરિકા-ચીન વચ્ચે વેપાર સમજૂતીને લઈ પ્રગતિ થતા અને બ્રિટન ચૂંટણીમાં ક્ધઝર્વેટિવ પાર્ટીની જીત થાય તેવી શક્યતા વચ્ચે વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેત પાછળ સ્થાનિક શેરબજારોમાં તેજીમય માહોલ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સે આશરે 416 પોઇન્ટ અને નિફ્ટીએ 105 પોઇન્ટનો સુધારો દર્શાવ્યો હતો. આ સાથે નિફ્ટી ફરી એક વખત 12,000 સપાટી કુદાવી દીધી છે ત્યારે સેન્સેક્સ પણ 41,000ની સપાટી ફરી હાંસલ કરી લીધી હતી.
મેટલ, ઓટો, એફએમસીજી જેવા સેક્ટરો આજે શેરબજારમાં તેજીની આગેવાની કરી રહ્યા છે.માર્કેટબ્રેડ્થ અત્યંત તેજીમય રહ્યું હતું. તાતા મોટર્સ, વેદાંતા, યસબેન્ક, તાતા સ્ટીલ, એક્સિસ બેન્ક, એસબીઆઈ, સીટીસીએ, મારુતિ, એમએન્ડએમ, એલએન્ડટીના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે ભારતી એરટેલ, કોટક બેન્ક, ટેક મહિન્દ્રા, બજાજ-ઓટોના શેરોમાં મામુલી ઘટાડો થયો હતો.
બપોરે 3.15 વાગ્યે સેન્સેક્સ 429 અંક અપમાં 41,011 તથા નિફ્ટી 124 પોઈન્ટ ઉપરમાં 12095ના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ