શેરબજારમાં ખૂલતાની સાથે ઉછાળો: સેન્સેક્સ 40,600ને પાર

રાજકોટ, તા.12
શેરબજારમાં દિવસની શરૂઆતમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +149.49 અંક એટલે કે 0.37% ટકા વધીને 40,562.06 પર ટ્રેડ કરી રહ્યો હતો તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +48.90 પોઈન્ટના વધારા સાથે 11,959.05 પર ટ્રેડ થઇ રહી હતી. ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 15 પૈસાનો વધારો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 70.69 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 70.84 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો. બપોરે 3.20 વાગ્યે બજારમાં સેન્સેક્સ 198 અંક અપમાં 40,610 તથા નિફ્ટી 71 પોઈન્ટ ઉપરમાં 11982ના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ