ખેડૂતો દ્વારા બજારમાં ઠલવાતી અર્ધપાકેલી ડુંગળી..

ઊંચા ભાવનો લાભ ઉઠાવવા ખેડૂતો દ્વારા ડુંગળીની સમય કરતા પેહલા લણણી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ખેડૂતો સમય પહેલા જ કાંદાની લણણી કરી રહ્યા છે. ડુંગળીના આસમાને ગયેલા ભાવ વચ્ચે નફાના આશયથી ડુંગળીના ખેડૂતો કાંદાની લણણી સમય કરતા વહેલી કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે. આયાતમાં વધારો તથા સ્થાનિક સ્તરે નવી આવક શરૂ થવા સાથે કાંદાના ભાવ ઘટી જવાની ખેડૂતો ગણતરી રાખી રહ્યા છે.ભાવ ઘટે તે પેહલા ખેડૂતો લાભ લઇ રહ્યા છે.હાલમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂપિયા ૧૨૦થી રૂપિયા ૧૬૦ આસપાસ બોલાઈ રહ્યા છે. જો કે નાસિકની લાસલગાઁવ બજારમાં હોલસેલ ભાવ ૧૦૦ કિલોના રૂપિયા ૭૫૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે. જે રિટેલમાં પહોંચતા રૂપિયા ૧૦૦થી રૂપિયા ૧૩૦ સુધી પહોંચી જાય છે.રાજસ્થાન ખાતેથી આ વર્ષે કાંદાના થયેલા વહેલા આગમનવાળા કાંદા ચપોચપ ઉપડી ગયા હતા.વધુ વરસાદને કારણે મહારાષ્ટ્રમાં પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો અર્ધપાકેલા કાંદા લણણી કરીને બઝારોમાં લાય આવ્યા હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. લાસલગાઁવની મંડીમાં આવતા કાંદામાંથી ૨૮થી ૩૦ ટકા કાંદા અર્ધપાકેલા હોય છે. મોસમ દરમિયાન લાસલગાઁવમાં સામાન્ય રીતે દૈનિક ૨૨૦૦૦થી ૨૪૦૦૦ ટન કાંદાની આવક રહેતી હોય છે જે હાલમાં માત્ર ૪૦૦થી ૫૦૦ ટન્સ જોવા મળી રહી છે. દેશમાં વાર્ષિક ૨.૨૦ કરોડથી ૨.૩૦ કરોડ ટન કાંદા પાકે છે જેમાંથી ૩૫થી ૪૦ લાખ ટન નિકાસ થાય છે.આસમાને પોહ્ચેલા ભાવના કારણે ડુંગળી ખેડૂતોની લોટરી સમાન સાબિત થઈ છે.

રિલેટેડ ન્યૂઝ