સપ્તાહના આખરી દિવસે શેરબજાર ડાઉનમાં: સેન્સેક્સ 338 અંક તૂટ્યો

રાજકોટ તા.6
ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે સેન્સેક્સ 357 અંક ઘટીને 40422 પર કારોબાર કરી રહ્યો હતો તેમજ નિફ્ટી 103 અંક ઘટીને 11914 પર કારોબાર કરી રહ્યી હતી. સેન્સેક્સના 30માંથી 15 અને નિફ્ટીના 50માંથી 26 શેરમાં ઉછાળો આવ્યો હતો. એશિયન પેન્ટ્સનો શેર 1.7 ટકા વધ્યો. ટાટા સ્ટીલ અને કોટક બેન્કમાં 1-1 ટકા તેજી આવી. સન ફાર્મા 0.8 ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 0.7 ટકા ઉપર આવ્યો. એચસીએલ ટેક, હિન્દુસ્તાન યૂનીલીવર, હીરો મોટોકોર્પ, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 0.4 ટકાથી 0.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. બીજી તરફ યસ બેન્કનો શેર 5 ટકા ઘટ્યો. એસબીઆઈમાં 1.4 ટકા અને ઓએનજીસીમાં 1 ટકા ઘટાડો આવ્યો. એચડીએફસી બેન્ક 0.7 ટકા અને આઈટીસી 0.5 ટકા નીચે આવ્યો. ઈન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટીસીએસ અને બજાજ ઓટોમાં 0.3 ટકાથી 0.5 ટકા સુધીનું નુકસાન જોવા મળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ