સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 316 અંક ડાઉન, નિફ્ટી 88 પોઈન્ટ નીચે

રાજકોટ : દિવસની શરૂઆતમાં શેરબજારમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો જેમાં સેન્સેક્સ 57.31 અંક એટલે કે 0.14% ટકા ઘટીને 40,596.43 પર ટ્રેડ થયો હતો તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 22.70 પોઈન્ટના ઘટાડા સાથે 11,989.35 પર ટ્રેડ થઇ હતી.
શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 20 પૈસાનો વધારો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.30 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 70.99 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો. બપોરે 3.15 વાગ્યે સેન્સેક્સ 40,337ની સપાટીએ 316 અંક એટલે કે -0.78% તેમજ નિફ્ટી 11923ની સપાટી પર 88 અંક (-0.74%) નીચેમાં ટ્રેડ કરી રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ