સોનું 10,000 રૂપિયા સસ્તું થયું, ચાંદીમાં 850નો કડાકો

સોનાના ભાવ હવે એક સ્તર પર આવીને અટકી ગયા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કિંમત 46,400 ની આસપાસ જોવા મળી રહી છે. ચાંદીમાં સોમવારે જોરદાર ઘટડો જોવા મળ્યો હતો ચાંદી સોમવારના 850 રૂપિયા પ્રતિ કિલો તૂટવાની સાથે બંધ થઈ હતી.ગઇકાલે એમસીએક્સ પર સોનાના જૂન વાયદામાં ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. સોનું ઇન્ટ્રા ડેમાં 46777 સુધી પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ તેમાં અચાનક વેચાણ શરૂ થઈ ગયું, અંતે સોનું લગભગ 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે બંધ થયું હતું. આજે સોનું એકદમ નાની રેન્જમાં વેપાર કરી રહ્યું છે. એક પ્રકારે સોનું ગઈકાલના લેવલ પર જ જોવા મળી રહ્યું છે. જો કે, રેટ અત્યારે પણ 46,400 ની ઉપર છે. ગત અઠવાડિયે સોનું 1995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મજબૂત થયું છે.
સોમવારે મોટા ઘટાડા બાદ એમસીએક્સ પર ચાંદીમાં પણ વધારે હલચલ નથી. એમસીએક્સ પર ચાંદી મે વાયદા સોમવારના 850 રૂપિયા પ્રતિ કિલો તૂટી 66128
રૂપિયા પર બંધ થઈ હતી. આજે તેમાં ક્વાર્ટર ટકાથી પણ ઓછી તેજી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયે ચાંદી 2400 રૂપિયા પ્રતિ કિલો મજબૂત થઈ છે.
ચાંદીનો અત્યાર સુધીનો હાઈ સ્તર 79,980 રૂપિયા પ્રતિ
કિલો છે. આ હિસાબથી ચાંદી તેના હાઈ સ્તરથી 13,160 રૂપિયા સસ્તી છે. આજે ચાંદી મે વાયદો 66,100 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે.
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન એટલે કે આઇબીજેએના અનુસાર
સોની બજારમાં પણ સોનાના ભાવમાં તેજી આવવા લાગી છે. સોની બજારમાં સોનું સોમવારના 46545 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું, જે શુક્રવારના ભાવની સરખામણીએ 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધારે છે. ગત સપ્તાહની વાત કરીએતો સોની બજારમાં સોમવારે સોનું 45259 રૂપિયા પર વેચાયું હતું, જ્યારે શુક્રવારના ભાવ 46446 રૂપિયા હતો. એટલે કે ગત સપ્તાહ સોનું 1187 રૂપિયા મોંઘું થયું હતું. આ રીતે ચાંદી પણ સોમવારના 67177 રૂપિયા પ્રતિ કિલો
પર વેચાઈ હતી. જ્યારે શુક્રવારના ભાવ 66930 રૂપિયા પ્રતિ કિલો હતો.

સોનું હાઈ સપાટીથી લગભગ 10,000 રૂપિયા સસ્તું થયું

ગત વર્ષે કોરોના મહામારીને કારણે સોનામાં જોરદાર રોકાણ થયું હતું. ઓગસ્ટ 2020 માં એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયા હાઈ સપાટી પર પહોંચી ગયો હતો. ગત વર્ષ સોનાએ 43 ટકા રિટર્ન આપ્યું હતું. જો હાઈ સપાટીની સરખામણી કરીએ તો સોનું 25 ટકા સુધી તૂટ્યું છે. સોનું ખઈડ પર 46400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ કર રહ્યું છે, એટલે કે લગભગ 10,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

ગત અઠવાડિયે સોનાની ચાલ

દિવસ સોનું (ખઈડ જૂન વાયદો)
સોમવાર 44598 પ્રતિ 10 ગ્રામ
મંગળવાર 45919 પ્રતિ 10 ગ્રામ
બુધવાર 46362 પ્રતિ 10 ગ્રામ
ગુરૂવાર 46838 પ્રતિ 10 ગ્રામ
શુક્રવાર 46593 પ્રતિ 10 ગ્રામ

ગત અઠવાડિયે ચાંદીની ચાલ

દિવસ ચાંદી (ખઈડ મે વાયદો)
સોમવાર 64562 પ્રતિ કિલો
મંગળવાર 65897 પ્રતિ કિલો
બુધવાર 66191 પ્રતિ કિલો
ગુરૂવાર 67501 પ્રતિ કિલો
શુક્રવાર 66983 પ્રતિ કિલો

રિલેટેડ ન્યૂઝ