સોના-ચાંદીમાં તેજીનું અવિરત તોફાન

ચાંદી રૂા.64600ને પાર, સોનાની કિંમતમાં નવો રેકોર્ડ

કોરોના સંકટમાં સોના-ચાંદીના ભાવમાંમાં દરરોજ નવી તેજી જોવા મળી રહી છે. હાજર ભાવ ઉપરાંત વાયદાના ભાવમાં તેજી જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારોને હજી પણ આ કિંમતી ધાતુઓ પર વિશ્વાસ છે. સોમવારે પણ, જ્યાં ચાંદીનો વાયદા ભાવ કિલો દીઠ રૂ. 64,600ને પાર કરી ગયો છે, ત્યાં સોનાના ભાવોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વૈશ્વિક બજારોમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં સોનું મોંઘુ બન્યું છે. આ સાથે આજે ચાંદીના ભાવ પણ વધ્યા છે. ચાંદી 8 વર્ષના ઉચ્ચતમ સ્તર છે. ગયા અઠવાડિયે સોનાના ભાવમાં 4 ટકાનો વધારો થયો હતો, જ્યારે ચાંદીમાં 15 ટકાનો વધારો થયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓ મજબુત થતાં શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 475 રૂપિયા વધીને રૂ. 51,946 પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયું છે. પાછલાદિવસે સોનાનો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ 51,471 રૂપિયા હતો. દરેક પસાર થતા દિવસની સાથે સોનાનો ભાવ ઝડપથી વધી રહ્યા છે.
ખીહશિં ઈજ્ઞળળજ્ઞમશિું ઊડ્ઢભવફક્ષલય (ખઈડ) ઓગસ્ટમાં સોનાના વાયદાના ભાવમાં 1.5 ટકાનો
વધારો થયો છે. એટલે કે 800 રૂપિયા, જે પ્રતિ 10 ગ્રામ દીઠ 51,833 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. એમસીએક્સ પર ચાંદીનો વાયદો 5.5 ટકા એટલે કે 3,400 રૂપિયાથી વધીને 64,617 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. આ ચાંદીની 8 વર્ષની ઉચ્ચતમ સપાટી છે.રિલેટેડ ન્યૂઝ