સવારે વધારા સાથે ખુલ્યા બાદ બપોર પછી શેરબજારમાં કડાકો

સેન્સેક્સ 250 તથા નિફ્ટી 90 અંક નીચે
રાજકોટ, તા.5
આજે સવારે ખુલ્યા બાદ ભારતીય શેરબજારોમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 363 અંક વધીને 32078 પર કારોબાર કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 105 અંક વધીને 9398 પર કારોબાર કરી રહ્યી હતી.
સેન્સેક્સ પર ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી હતી. ઓએનજીસી 5.03 ટકા વધી 80.40 પર કારોબાર કરી
રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 2.32 ટકા વધીને 432.95 પર કારોબાર કરી રહ્યો હતો. એક્સિસ બેન્ક 1.87 ટકા વધીને 410.35 પર કારોબાર કરી રહ્યો હતો. ભારતી એરટેલ 2.36 ટકા વધીને 544.85 પર કારોબાર કરી રહ્યો હતો.
એશિયન પેઈન્ટ્સ,ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં હાલ ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 1.14 ટકા ઘટીને 1667.15 પર કારોબાર કરી રહ્યો હતો. ટાઈટન કંપની 1.21 ટકા ઘટીને 880.45 પર કારોબાર કરી રહ્યી હતી. અલ્ટ્રાટેક
સિમેન્ટના શેર 0.33 ટકા ઘટીને 3336.45 પર કારોબાર કરી રહ્યા હતા.
બપોરે 3.10 વાગ્યે બજારમાં ભારે કડાકો બોલી ગયો હતો અને સેન્સેક્સ 250 તથા નિફ્ટી 90 અંક નીચે સરકી ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ