શેરબજાર પણ બૂમ્બાટ!

સેન્સેક્સ પ્રથમવાર 43000ને પાર નિફ્ટી 12579ના આંકે પહોંચી

બજારમાં સતત સાતમા દિવસે તેજીને કારણે સેન્સેક્સ રેકોર્ડ 43 હજારને પાર પહોંચી ગયો છે. બીએસઈ સેન્સેક્સ 417.83 અંકના વધારા સાથે 43,015.26 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એક સમયે એ 43 હજાર 118 પર પહોંચી ગયો હતો. નિફ્ટી 12,567.95 પર કારોબાર કરી રહી છે. બેન્કિંગ શેર્સ માર્કેટમાં તેજી છે. બેંક ઇન્ડેક્સમાં 823 પોઇન્ટનો ઉછાળો છે, જ્યારે આઇટી શેર્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. એના ઇન્ડેક્સમાં 733 પોઇન્ટનો ઘટાડો છે.
માર્કેટમાં શાનદાર વધારાને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પણ રૂ .166 લાખ કરોડને પાર
પહોંચી ગયું છે. દિગ્ગજ શેરોમાં આરઆઈએલનો શેર 1.32% ની મજબૂતી સાથે 2077 પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ પણ 14 લાખ કરોડને પાર થઈ ગયું છે. શેરમાં વધારાને કારણે એચડીએફસી બેંકનું માર્કેટ કેપ પણ પ્રથમ વખત 7.57 લાખ કરોડને પાર થઈ ગયું છે. એચડીએફસી બેન્ક અને કોટક બેંક 1-1 ટકાથી વધુની તેજી છે. આજે એચડીએફસી બેંકના શેર 52-અઠવાડિયાંની ઊંચી સપાટીને સ્પર્શ્યા છે. નિફ્ટીમાં બજાજ ફાઇનાન્સના શેર 7% પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઇન્ડ બેન્ક અને બજાજ ફિનસર્વ પણ 5-5 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. એસબીઆઈ અને એલએન્ડટી પણ 4-4 ટકા વધ્યા છે, જ્યારે ટેક મહિન્દ્રા અને સિપ્લાના શેરો 4-4% નીચે ટ્રેડકરી રહ્યા છે. ઈન્ફોસિસ અને એચસીએલ ટેકના શેર 3-3 ટકા નીચે કારોબાર કરી રહ્યા છે. સવારે બીએસઈ સેન્સેક્સ 361.82 પોઇન્ટ ઊછળીને 42,959.25 પર અને નિફ્ટી 95.35 પોઇન્ટના ઉછાળા સાથે 12,556.40 પર ખૂલ્યો હતો.

બજારમાં તેજીનાં કારણ

  1. કોરોના વેક્સિન: ફાર્મા કંપની ફાઇઝરએ જણાવ્યું હતું કે છેલ્લા તબક્કાની ટ્રાયલમાં વેક્સિન 90% સુરક્ષિત અને અસરકારક હોવાનું જણાયું છે.
  2. વૈશ્ર્વિક બજારોમાં તેજી: વેક્સિનના સમાચાર પછી વૈશ્વિક બજારમાં શાનદાર તેજી જોવા મળી. યુરોપિયન બજારોમાં 6% સુધીનો ઉછાળો જોવા મળ્યો. આ સિવાય અમેરિકી શેરબજારમાં પણ 4% ઉછાળો આવ્યો હતો.
  3. રાહત પેકેજની સંભાવના: સરકારે અન્ય રાહત પેકેજની જાહેરાતના સંકેત આપ્યા છે. સરકારના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાની ગતિ સુધરી છે. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે નાણાકીય પગલાં લેવાઇ શકે છે.
    શાનદાર તેજીની અસર
    અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડનની જીત બાદ વૈશ્વિક બજારોમાં શાનદાર તેજી જોવા મળી. સતત સાતમા
    કારોબારી દિવસે પણ બજારમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે. આજે બીએસઈ સેન્સેક્સ 43,118.11 પર પહોંચી ગયો છે અને નિફ્ટી 12,598.35 પર પહોંચી ગઈ છે, જે ઇન્ટ્રાડેની દૃષ્ટિએ બંને સૂચકાંકોમાં સૌથી વધુ છે.
રિલેટેડ ન્યૂઝ