શેરબજારમાં 1100 પોઈન્ટનો કડાકો

નિફટી પણ 300 પોઈન્ટ ડાઉન, વિશ્ર્વભરના બજારો તુટ્યા

રાજકોટ તા,15 :ભારતિય શેર બજારોમાં એક ધારી તેજી બાદ આજે જોરદાર કરેકશન આવ્યુ હતુ અને સેન્સેક્સ એક હજાર પોઈન્ટથી વધુ તથા નિફટી 250 પોઈન્ટની વધુ તુટતા બજારમાં સોંપો પડી ગયો હતો. આજે સવારથી ભારત સહિત દુનિયાભરના શેરબજારો તુટ્યા હતા. તેની સાથે ભારતીય શેરબજાર પણ ગગડ્યું હતું. પાસ કરીને નિફટી 12 હજારની સપાટીએથી પટકાતા તેજીને બ્રેક લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નબળા ગ્લોબલ સંકેતોના કારણે આજે નેસડેક 0.80 ટકા, ફિટસી 2.48 ટકા, કેક 2.51 ટકા, ડેક્ષ 3.16 ટકા, નિકકી 0.51 ટકા, સ્ટ્રેટ ટાઈમ્સ 1.25 ટકા, હેંગસેંગ 2 ટકા,
તાઈવાન 0.71 ટકા, થાઈલેન્ડ 1.66 ટકા અને એસ.જી.એક્સ નિફટી 2.34 ટકા ડાઉન જોવા મળ્યા હતા.
બપોરે 3.25 કલાકે સેન્સેક્સ 1081 પોઈન્ટ તુટી 39713 ઉપર અને નિફટી 300 પોઈન્ટ તુટી 39713 ઉપર અને નિફટી 300 પોઈન્ટ તુટી 11670ના સ્તરે
ટ્રેડ કરતો જોવા મળ્યો હતો જેના પગલે રોકાણકારોના 3 લાખ કરોડનું ધોવાણ થયુ હતું.
ભારતીય શેરબજારોમાં પાછલાં 10 ટ્રેડિંગ સેશનમાં સતત વધારો રહ્યા બાદ આજે 15 ઓક્ટોબરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (ઇજઊ) પર
સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો બોલ્યો છે. સેન્સેક્સ અત્યારે 39,900 પોઈન્ટ નીચે ગ્લોબલ સેન્ટિમેન્ટ પાછળ આજે ભારતમાં પણ શેરબજારોમાં વેચવાલીનો માહોલ રહ્યો હતો.
જાણકારોના જણાવ્યા પ્રમાણેવૈશ્વિક શેરબજારોમાં નરમાઈનો માહોલ બન્યો છે. બીજી તરફ, ડોમેસ્ટિક માર્કેટમાં છેલ્લાં 10 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધારેનો સુધારો થયો છે. આના કારણે હાલમાં હેવી વેઈટ શેરોમાં
નફારૂપી વેચવાલી શરૂ થઇ છે. આ બધાને કારણે ઘરઆંગણે આવનારા દિવસોમાં પણ નરમાશ જોવા મળી શકે છે.
ટાઈટન- રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાએ
સપ્ટેમ્બર ત્રિમાસિકીમાં કંપનીના કુલ 50 હજાર શેર વેચ્યા છે.
ઈન્ફોસિસ- કંપનીના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 4,845 કરોડ રૂપિયાનો શુધ્ધ લાભ થયો છે, જે ગત વર્ષના આ વખતના સમયની સરખામણીએ 20.5
ટકા વધુ છે. દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપનીએ આ કારોબારી વર્ષ માટે પોતાની આવકનું અનુમાન કાસ્ટેન્ટ કરન્સીમાં વધારીને 2-3 ટકા કર્યું છે, જેને પહેલા તેણે 2 ટકા રાખ્યા હતા. કંપનીએ ઓપરેટિંગ માર્જિનનું અનુમાન વધારીને 23-24 ટકા કરી દીધું છે.

રિલેટેડ ન્યૂઝ