લગ્નના રંગમાં ભંગ:અમદાવાદના કરફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, કંકોતરી વહેંચાઈ ગઈ, મહેમાનો આવી ગયાં, હવે લગ્નો રદ કરવા પડ્યા?

અમદાવાદમાં આજે રાત્રે 9 કલાકથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી કરવામાં આવેલા સંપૂર્ણ કરફ્યૂને પગલે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રવિવારથી ચાલુ થતી લગ્નની સિઝનના પ્રથમ દિવસે જ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શનિવારના મૂહુર્તમાં 500થી વધુ લગ્નો અને રવિવારના દિવસે 1100થી વધારે લગ્નોના બુકિંગ થયેલા છે. આ સિવાય ઘણાં લગ્નો આ દિવસે ઘરમેળે સોસાયટીઓમાં ગોઠવાયેલ લગ્નોની સંખ્યા અલગ હશે. આ બધા લગ્નોની કંકોત્રીઓ વહેંચાઈ ગઈ છે. તૈયારીઓ પૂરી થઈ છે. મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા છે. અને અચાનક લાગેલા કરફ્યૂથી ઢોલ શરણાઈના સૂર દબાઈ જશે.

અચાનક લાગેલા કરફ્યૂનેપગલે જે લગ્ન કરવા ઉત્સૂક એવા વર વધૂ ડિપ્રેસનમાં આવી જાય તો નવાઈ નહીં. પરિવારો પણ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. તમામ બુકિંગના એડવાન્સ પૈસા જમા કરાવી દીધા છે. અને ઓચિંતા કરફ્યૂથી લગ્ન ન લઈ
શકવાની સ્થિતિમાં
આ વર્ષે લોકડાઉનને પગલે વેડિંગ ઈવેન્ટ અને મંડપ ડેકોરેશનવાળાઓને 8 મહિના બાદ સિઝનની શરૂઆત થઈ રહી હતી તે જ સમયે લાગેલા કરફ્યૂથી લોકો પરેશાન થઈ ગયા છે. ડેકોરેશન વેડિંગ ઈવેન્ટ
કંપનીઓના બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે. પાર્ટી પ્લોટો બુક થયા હોઈ કરફ્યૂને કારણે લોકો ખૂબજ અસમંજસમાં મુકાઈ ગયા છે.

રિલેટેડ ન્યૂઝ