સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કર્યો, રૂપિયા 5 કરોડ સુધી જામીન-ગીરીથી મુક્ત ફંડ
મુંબઇ તા,20
યસ બેંકે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ
વેપારવાણિજ્ય અને સેવા પ્રદાતાઓને ધિરાણ, ડિપોઝિટ, વીમો, કસ્ટમાઇઝ અને જુદાં જુદાં ડિજિટલ સોલ્યુશનો પ્રદાન કરીને તેમના વ્યવસાયનું વિસ્તરણ કરવા, તેમની કામગીરીને વેગ આપવા અને વૃદ્ધિને પ્રોત્સાહન માટે ટેકો આપવા કેન્દ્રિત છે. આ કાર્યક્રમમાં સ્વરોજગારી મેળવતા વર્ગ માટે સ્પેશ્યલ કરન્ટ એકાઉન્ટ ઓફરો પણ સામેલ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ અને એમએસએમઈ મંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલી આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે યસ બેંકના એમડી અને સીઇઓ પ્રશાંત કુમાર અને 500થી વધારે ઔદ્યોગિક આગેવાનો, પ્રતિનિધિઓ અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યાં હતાં.