મહામારી-મહા મંદી વચ્ચે રાજકોટમાં બમણું આર્થિક જોખમ

ભૂખમરો આવશે

રેસ્ટોરન્ટ, મંડપ સર્વિસ, કેટરિંગમાંથી 10 હજાર કર્મચારીને છૂટા કરી દેવાયા
શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, મંડપ સર્વિસ, કેટરીંગ સર્વિસમાં નિયમિત પગારદાર તરીકે કામ કરતા 10 હજારથી વધુ કામદારોને છૂટા કરી દેવામાં આવતા તેઓ બેરોજગારની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. તેઓને હજુ 6 મહિના સુધી ધંધા-રોજગાર ચાલુ થવાની કોઇ શકયતા નહી. હોવાથી આવનાર દિવસોમાં આ કામદારો ઉપર ભૂખમરાનો ખતરો મંડરાઈ રહયો છે.

રાજકોટમાં માથાકૂટનો ભય

રેસ્ટોરન્ટથી લઇ અનેક નાના વેપારીઓ
બે મહિનાથી ભાડું ચૂકવી શક્યા નથી
શહેરમાં હવે ભાડુઆત અને માલીકો વચ્ચે ધીમે ધીમે ભાડાની ચુકવણી મુદ્દે માથાકુટના સમાચારો આવી રહ્યા છે. શહેરમાં મોટાભાગની રેસ્ટોરન્ટ ભાડા ઉપર ચાલી રહી છે અનેક વેપારીઓની દુકાનો અને ઓફીસો ભાડે ચાલે છે ત્યારે બે મહિના કામ ધંધા વગર રહ્યા બાદ ખુલતાની સાથે જ ભાડુઆતો ભાડાની ઉઘરાણી શરૂ કરી દેતા આગામી દિવસોમાં માથાકુટનો ભય જોવા મળી રહ્યો છે.

મજૂરોની તંગીના કારણે હાલત ખરાબ

ઉદ્યોગકારોના એકમોમાં ઉત્પાદન બંધ થવાના આરે
રાજકોટ જિલ્લામાં ઉદ્યોગકારો એકમોની હાલત ખરાબ હોવાનું ચિત્ર બહાર આવ્યું છે. હાલમાં પરપ્રાંતિય મજુરો વતન ચાલ્યા ગયા છે જયારે એકમોને સમય નક્કી કરવામાં આવ્યો છે તે ઓછો પડે છે તેથી ઉત્પાદન અટકી ગયું છે. મજુરોની તંગીના કારણે આગામી દિવસોમાં અનેક એકમોમાં ઉત્પાદન બંધ થવાના આરે છે જો વતન ગયેલા મજુરો પરત નહીં આવે તો ઉદ્યોગકારોની હાલત હજુ ખરાબ થઇ શકે છે.

બે મહિનાનું વ્યાજ માગતા માહોલ બગડ્યો

ફાઇનાન્સરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી
રાજકોટમાં સંખ્યાબંધ ફાયનાન્સરોએ લોકડાઉન દરમ્યાન વ્યાજ ઉઘરાવાનું બંધ કરી દીધું હતું પણ જેનું લોકડાઉની છુટછાટ મળતા જ વ્યાજખોરોએ લોકો પાસેથી બે મહિનાના વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂ કરતા આગામી દિવસોમાં ફાઇનાન્સરો અને લોકો વચ્ચે માહોલ બગડે તેવો જ ભય લોકોને સતાવી રહ્યો છે.

સરકાર હવે એક્શન મોડમાં આવે

લાઈટ બિલ, સ્કૂલ ફી માફ કરવાની જરૂરમધ્યમવર્ગની હાલત અતિ કફોડી બની રહી છે. બે છેડા ભેગા કરવામાં નાકે દમ આવી રહ્યો છે. ત્યારે હવે લોકોની મુશ્કેલીને ધ્યાને રાખી સરકારે હવે એકશન મોડમાં તાકીદે આવવાની જરૂર છે. અને બને ત્યા સુધી
લોકોની મુશ્કેલીમાં વધારો ન થાય માટે લાઈટ બીલ, સ્કૂલ ફી માફ કરવાની તત્કાલ જાહેરાત કરશે તો અનેક પરીવારોની દુવા લાગશે.

નોકરીવાળાને ઘર ચલાવવું મુશ્કેલ

  અનેક ઓફિસ, કંપનીમાં કર્મીઓના 50% પગાર કાપ

બે મહિનાથી ઓફીસો, કંપનીઓ ઠપ હતી. ધીમે ધીમે શરૂઆત થતા જ સપ્લાય ચેઈન તુટી જતા કર્મચારીઓનો
પગારમાં 50 ટકા કાપ મુકી દેતા લાખો નોકરીવાનને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. શહેરમાં હજારો યુવાનોને છુટા કરી દેવાના સમાચારોથી આગામી દિવસો અતિ ખરાબ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

વીજબિલ, સ્કૂલ ફી સહિતના અનેક ખર્ચાઓ યથાવત, અને ધંધા-રોજગાર ઠપ થઇ જતાં મધ્યમવર્ગ વેન્ટિલેટર ઉપર

રાજકોટ તા,27
કોરોના બાદ રાજકોટ આર્થિક સકંટમાં મૂકાય ગયું છે. લોકડાઉન હજુ યથાવત છે. સવારે 8 થી બપોરે 4 સુધી જ ધંધાની છૂટછાટ છે. તેવા સમયે હજુ વેપાર-ધંધાની ગાડી બંધ જ પડી હોવાથી શહેરની આર્થિક હાલત અતિ ખરાબ હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અગાઉ નોટબંધી અને જીએસટીથી આવેલી મંદીને ભુલાવી દે તેવી મહામંદી તોળાઈ રહી છે. શહેરના વેપારી એસો. જણાવ્યું હતું કે હાલના કપરા સમય કરતા આગામી દિવસો વધુ ખતરનાક આવી રહ્યા છે. ચેઈન તુટી હોવાથી તેને જોડવી બહુ જ અઘરી બની રહી છે.
શહેરમાં આંશિક છુટછાટ સમયે જ આર્થિક મહામારીની શરૂઆત થઇ ચૂકી છે. 1.50 લાખ નાના-મોટા વેપારી અને 12 હજાર કારખાના સાથે જોડાયેલા 10 લાખ લોકોનું ભવિષ્ય ધૂંધળું થવાની દહેશત સેવાઈ રહી છે. વેપાર-ધંધા,
નોકરીઓ બંધ હાલતમાં છે. અનેક કર્મચારીઓનો પગાર 50 ટકા જ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ વીજબીલ સ્કૂલ ફી સહિત અનેક ખર્ચાઓ યથાવત છે ત્યારે ધંધા-રોજગાર ઠપ્પથી મધ્યમવર્ગની હાલત અતિખરાબ ચિત્ર ઉપસી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ