દેશ કી શાન – મારૂતિ સુઝુકી અલ્ટો બે દાયકાથી વિશ્ર્વાસનું પ્રતિક અને ભારતનું ગર્વ

સતત 16 વર્ષથી ભારતની નંબર 1 સેલિંગ કાર

40 લાખથી વધુ અલ્ટો પરિવારોનું ગર્વ

રાજકોટ તા.14
40 લાખથી વધુ ભારતીય પરિવારોને ગર્વની લાગણીથી સક્ષમ કરનાર ભારતની પસંદગીની કાર - અલ્ટો બેજોડ ઇન્ડસ્ટ્રી બેન્ચમાર્ક્સ સ્થાપવાના 20 વર્ષની ગર્વભેર ઉજવણી કરી રહી છે. અલ્ટો પરિવારો દ્વારા અપાર પ્રેમ મેળવનાર અલ્ટો આઇકોનિક બ્રાન્ડનો પુરાવો છે, જેણે યુવા ભારતની બદલાતી આકાંક્ષાઓ સાથે પોતાનો વિકાસ કર્યો છે.
મારૂતિ સુઝુકી અલ્ટોએ છેલ્લાં બે દાયકામાં સંખ્યાબંધ બદલાવ અને અપગ્રેડ કર્યાં છે, જેનાથી તે વધુ સમકાલીન, વિશેષતાઓથી ભરપૂર અને ગ્રાહકોની
ઉભરતી જરૂરિયાત અનુરૂપ રહી છે. કોમ્પેક્ટ આકર્ષક ડિઝાઇન, સરળ સંચાલન, ઉચ્ચ ઇંધણ કાર્યક્ષમતા, વધુ સુરક્ષા, કમ્ફર્ટ ફીચર્સ અને ઓછી કિંમતના અનોખા મિશ્રણ સાથે અલ્ટો વિજેતા રહી છે. આજે અલ્ટો આકાંક્ષાઓથી ભરપૂર એન્ટ્રી કાર ખરીદદારોને ટચસ્ક્રીન, સ્માર્ટપ્લે ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એબીએસ સાથે ઇબીડી, ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર્સ, ડ્યુઅલ એરબેગ્સ વગેરે પ્રીમિયમ ફીચર્સ ઓફર કરે છે.સીમાચિહ્ન અંગે વાત કરતાં મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, છેલ્લાં બે દાયકામાં અલ્ટોએ ભારતીય મુસાફરીની
રીત બદલી છે. છેલ્લાં 16 વર્ષથી તેણે નં. 1 સેલિંગ કાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા આકર્ષક મૂલ્ય દરખાસ્તથી ભારતીય કાર ખરીદદારોના દિલ જીતીને તેમને સરપ્રાઇઝ આપતી રહેશે. આજે અલ્ટો તેને મેગ્નેટિક બ્રાન્ડ પોઝિશનિંગથી 40 લાખથી વધુ સંતુષ્ટ ગ્રાહકો સાથે જોડાયેલી છે. અલ્ટોએ દરેક અપગ્રેડ સાથે તેની અપીલને મજબૂત કરી છે અને પ્રથમવાર ખરીદદારો માટે પસંદગીની કાર રહી છે. અમે જોયું છે કે વર્ષ 2019-20માં લગભગ 76 ટકા અલ્ટો ગ્રાહકોએ તેને પ્રથમ કાર તરીકે પસંદ કરી છે, જે ચાલુ વર્ષ માટે વધીને 84 ટકા થઇ છે.

રિલેટેડ ન્યૂઝ