ચાંદીનો સુવર્ણકાળ 4 માસમાં ભાવ ડબ્બલ


કોરોના મહામારી અને રાજકીય ટેંશનની વચ્ચે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સોના અને ચાંદીના ભાવમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. છેલ્લા ચાર મહિના દરમિયાન ચાંદીના ભાવ ડબલ થઈ ગયા છે. ચાંદીમાં રોકાણકારોએ ખુબ જ નફો મેળવ્યો છે. 18 માર્ચ 2020ના રોજ ચાંદીનો ભાવ રૂ.33,580 હતો જે આજે વધીને 67,560 સુધી પહોંચી ગયો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે હાલની પરિસ્થિતિ જોતા જણાઈ આવે છે કે દિવાળી સુધીમાં ચાંદીનો ભાવ રૂ.75000 સુધી પહોંચી શકે છે.
બેંક ઓફ અમેરિકાનું કહેવું છે કે 2021ના અંત સુધીમાં ઈંટરનેશનલ માર્કટેમાં સોનાની કિંમત 3000 ડોલર પ્રતિ આઉંસ
(અનુસંધાન પાના નં.8)
સુધી પહોંચી
શકે છે. જે તેવું થાય તો 24 કેરેટ સોનાની કિંમત તે સમયે 73 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે.
રોકાણકારોની નજર હવે ફેડરલ રિઝર્વની બેઠક પર લાગી રહેલી છે. આ બેઠકમાં મોનિટરી પોલિસી પર



ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં ફેડરલ રિઝર્વ પોતાના ભાવમાં બદલાવ નહીં કરે, ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પાવેલ બુધવારે બેઠક પછી મીડિયામાં લીધેલા નિર્ણયને લઈને વાતચીત
કરી શકે છે.
મંગળવારે સોનાની કિંમતે નવો રેકોર્ડ બનાવ્યો છે. દસ ગ્રામ સોનાની કિંમત રૂ.52435ના સ્તર પર પહુંચી ચૂકી છે. સોમવારે સોનાની કિંમત 52,414 હતી. ચાંદીની કિંમત 67,560 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર
પહોંચી ગઈ છે. આ ભાવ છેલ્લા 8 વર્ષમાં સૌથી વધારે ભાવ છે. રેકોર્ડબ્રેક ભાવ છે.



રિલેટેડ ન્યૂઝ