કિયા સેલ્ટોઝ એનિવર્સરી એડિશન રજૂ કરાઈ: વધુ સાહસિક અને અજોડ ડિઝાઈનથી સમૃદ્ધ

રાજકોટ: કિયા મોટર્સ કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કિયા મોટર્સ ઈન્ડિયા દ્વારા દેશમાં એક વર્ષના તેના માઈલસ્ટોનની ઉજવણી કરવા માટે કિયા સેલ્ટોઝ એનિવર્સરી એડિશન આજે રજૂ કરવામાં આવી છે. મર્યાદિત એડિશન કિયા સેલ્ટોઝ રૂ.13,75,000 (દેશભરમાં એક્સ- શોરૂમ)ની આકર્ષક કિંમતે શરૂ કરતાં ઇંઝડ ટ્રિમમાં ખાસ ઉપલબ્ધ થશે. કિયા સેલ્ટોઝ એનિવર્સરી એડિશન સિલ્વર ડિફ્યુઝર ફિન્સ સાથે ટસ્ક શેપ સ્કિડ પ્લેટ, ટેન્ગરીન ફોગ લેમ્પ બેઝલ, ટેન્ગરીન સેન્ટર કેપ સાથે 17 રેવન બ્લેક એલોય વ્હીલ્સ, બ્લેક વન ટોન ઈન્ટીરિયર્સ, હનીકોમ્બ પેટર્ન સાથે રેવન બ્લેક લેધરેટ સીટ્સ અને ઘણું બધું સહિત નિયમિત સેલ્ટોઝની તુલનામાં ઘણા બધા અંદર અને બહાર ફેરફારો સાથે આવેલ છે, જેને લઈ તે વધુ મજબૂત, સ્ટાઈલિશ અને અજોડ બને છે.
આ અવસરે બોલતાં કિયા મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવઓફિસર શ્રી કૂખાયુ શિમએજણાવ્યું હતું કે 2019માં સેલ્ટોઝ રજૂ કરવામાં આવી તે સાથે દેશમાં કિયા માટે મજબૂત પાયો રચાયો છે. કિયા સેલ્ટોઝ તેનાં પ્રીમિયમ ફીચર્સ, અજોડ ડિઝાઈન, ઉત્કૃષ્ટ ગુણવત્તા,
શક્તિશાળી એન્જિન વિકલ્પો અને એડિક્ટિવ પરફોર્મન્સ સાથે નવાં સીમાચિહનો સ્થાપિત કરે છે અને મિડ- એસયુવી સેગમેન્ટમાં નવો દાખલો બેસાડે છે. ભારતમાં મિડ- એસયુવી ખરીદદારોની બધી નહીં પહોંચી શકાયેલી માગણીઓને પહોંચી વળે તે રીતે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલા કિયા સેલ્ટોઝ તુરંત હિટ અને બેસુમાર સફળ થઈ છે. આજે અમને કિયા સેલ્ટોઝ એનિવર્સરી એડિશન રજૂ કરવામાં ભારે રોમાંચની લાગણી થાય છે, જે દેશમાં તેની સફળતા સાથે ભારતમાં અમારા ગ્રાહકો પાસેથી મળેલા બેહદ પ્રેમ પણ ઉજવણી કરે છે.

રિલેટેડ ન્યૂઝ