ગુજરાત
ઝબલા વગર ધંધો નથી થતો, વેપારીઓએ મહાપાલિકાને રૂા.13,376નો ચાંદલો કરાવ્યો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ2021 અન્વયે આજરોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 31/07/2024ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 51 આસામીઓ પાસેથી 2.400 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.13,376/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 33 આસામીઓ પાસેથી 1.300 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.8,400નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 12 આસામીઓ પાસેથી 0.750 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 2,959/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 6 આસામીઓ પાસેથી 0.35 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.2,017નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
ગુજરાત
પીએમના કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેકથી પીએસઆઈનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સવારે વડાપ્રધાન મોદીની હાજરીમાં યોજાયેલ એકતા પરેડના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં રહેલા એક પીએસઆઈનું હાર્ટ એટેકથી અવસાન થતાં પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા છેલ્લા બે દિવસ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની મૂર્તિ પાસે ફરજ પર હતા. તે દરમિયાન રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ હાર્ટએટેક આવ્યો હતો. જેઓને તાત્કાલિક નવનિર્મિત ટ્રોમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
કચ્છ
PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેવડિયા કોલોની સ્ટેચ્યુઓફ ુયનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કચ્છ શરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી બપોરે કેવડિયાથી સીધા કચ્છના નલિયા ભૂજ થઈ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં પાક. સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિપાવલીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે તે પરંપરા મુજબ આ વર્ષે કચ્છ સરદે દિવાળી ઉજવવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
ક્રાઇમ
હોટલ સંચાલક ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરના ભુપેન્દ્ર રોડ પર પાર્કવ્યુ હોટલ સંચાલક પાસે ગેરકાયદે નાણા કઢાવવા હવાલો લઈ હુમલો કરી છરી થી ઈજા પહોંચાડતા ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા દિનેશ મુછડી તથા રમેશ બોરીચાની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ છે.વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને રજપૂત કરવામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયાએ દિનેશ ઉર્ફે મુછડી રતિભાઈ ચાવલા અને રમેશ જીવાભાઇ સબાળ નામના અશોકસોએ રસ્તામાં આંતરિક લોખંડના પાઇપથી માર માર્યા અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં દિનેશ ઉર્ફે મુછડી રતીભાઈ ચાવડા તથા રમેશ જીવાભાઈ સબાળ પફુલ ગોસ્વામી પાસે રૂૂા.35 લાખ માગતા હોય તે જતા કરતા ન હોય તેથી પફુલ ગોસ્વામીએ આ બંને આરોપીઓને હવાલો આપી સામા રૂૂા.71 લાખ બળજબરી થી ખુનની કોશીસ કરેલ હોવાનુ જણાવ્યું હતું બાદ તપાસ પૂર્ણ થતા બંને શખ્સોને જેલવાલે કરવામાં આવ્યા હતા હાલ જેલ વાલે રહેલા બંને શખ્સોએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી તે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બંને આરોપીઓના જામીન નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.ઉપરોક્ત કામમાં મુળ ફરીયાદી કાળુભાઈ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી,રિપલ ગેવરીયા, પાર્થ સંધાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા પુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા સરકાર તરફે એ.જી.ઝાલા રોકાયેલ હતા.