Connect with us

સુરેન્દ્રનગર

બહેનને ખેતી કામ કરાવી પરત ફરતા ભાઇનું બાઇક અકસ્માતમાં મોત : બે પિતરાઇને ઇજા

Published

on

ચોટીલાના પીપળીયા ગામે રહેતા ત્રણ પિતરાઇ ભાઈ રાજકોટના હડમતીયા ગોલીડા ગામે રહેતી બહેનને ખેતી કામ કરાવી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં ભૂંડ આડે ઉતરતા બાઈક સ્લીપ થયું હતું અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું પિતરાઈ ભાઈઓની નજર સામે જ મોત નીપજ્યું હતું જ્યારે બંને યુવકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના પીપળીયા ગામે રહેતા રમેશભાઈ કમાભાઈ પંચાલ (ઉ.વ.38) પોતાના પિતરાઈ ભાઈ બાબુ નથુભાઈ પંચાલ (ઉ.વ.35) અને જીતુ જીવણભાઈ પંચાલ (ઉ.વ.28) સાથે બાઈક લઈને હડમતીયા ગોલીડા ગામેથી પીપળીયા ગામે જઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં હડમતીયા ગોલીડા ગામ નજીક અચાનક રસ્તામાં ભૂંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા રમેશ પંચાલે સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમેશભાઈ પંચાલ પાંચ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે હડમતીયા ગોલીડા ગામે રહેતી બહેનને માંડવી કઢાવવા માટે રમેશ પંચાલ પોતાના બંને પિતરાય ભાઈઓ સાથે હડમતીયા ગોલીડા ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં વૃદ્ધા ઓપરેશન બાદ ભાનમાં નહીં આવતાં મોત: તબીબી બેદરકારીનો આરોપ

Published

on

By

થાનના જામવાડી ગામના વૃદ્ધાના મગજનું સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ વૃદ્ધા ભાનમાં આવ્યા ન હતા. સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલ દ્વારા બેભાન હાલતમાં રજા આપી દેવાતા વૃદ્ધાને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃધ્ધાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થાન તાલુકાના જામવાડી ગામે રહેતા મુક્તાબેન દેવજીભાઈ ઉઘરેજા નામના 72 વર્ષના વૃધ્ધાને બીમારી સબબ સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ.શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાના મગજનું ઓપરેશન કરાવ્યા બાદ વૃદ્ધાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધાને ડાયાબીટીસની બીમારી સબબ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ.શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ વૃદ્ધાના મગજની નસ ફાટી ગઈ હોવાથી ઓપરેશન કરવાનું કહેતા પરિવારની મંજૂરીથી તા.23 ના રોજ વૃદ્ધાના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ વૃદ્ધા ભાનમાં નહીં આવતા તબીબોએ વૃદ્ધાને બેભાન હાલતમાં રજા આપી દીધી હતી. વૃદ્ધાને બેભાન હાલતમાં પરિવાર સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે વૃધ્ધાનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારોમાં ત્રણ લોકોના હાર્ટએટેકથી મૃત્યુ

Published

on

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો હવે ઝડપથી વધી રહ્યા છે. હાર્ટએટેક એ જાણે કોઈ રોગચાળો હોય તેમ ટપોટપ અને ચૂપચાપ લોકોના ભોગ લઈ રહ્યો છે. આજે આવી જ એક ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક જ દિવસમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
હાલના દિવસોમાં રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ઘણાં લોકો રાજ્યના વિવિધ ભાગોમાં જીવ ગુમાવી રહ્યા છે. આવી જ રીતે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કુલ 3 લોકોએ આજે જીવ ગુમાવ્યા છે. જેમાં 56 વર્ષીય બહાદુર સિંહ નામના આધેડની તબિયત લથડયા બાદ બેહોશ થયા હોસ્પિટલમાં હાજર ડોક્ટરે હાર્ટએટેક આવ્યો હોય અને મોત નિપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.
આ સિવાય સ્વામીનારાયણ મંદિરના સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના પણ સામે આવી હતી. જેમાં માહિતી પ્રમાણે પરમપ્રકાશ સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનુ જાહેર થયું હતું. આ સિવાય ડેરવાળા ગામમાં પણ એક અન્ય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. અહીં 65 વર્ષીય વૃદ્ધ ધીરજ ભાઈને પણ હાર્ટએટેક બાદ હોસ્પિટલમાં લઈ જવાયાં પણ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આમ તહેવારના દિવસોમાં એક જ દિવસમાં 3 લોકોના મોત થતાં આનંદનો માહોલ શોકમાં ફેરવાયો હતો. લોકોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ હતી. જો કે આ બધાની વચ્ચે એક વાત એ પણ નોંધવી ઘટે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ મહિનામાં હાર્ટ એટેક થી 20 થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આમ સુરેન્દ્રનગર પંથકમાં હાર્ટએટેકનો ભય વધ્યો છે.

Continue Reading

Trending