Site icon Gujarat Mirror

બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવો કાયદો લાવો: પૂર્વ કોર્પોરેટર ધોળકિયા

ગુજરાત સરકારનાં મહેસુલી કાયદા સરળ બનાવવા બે ઉચ્ચ અધિકારીની નિમણૂકને આવકાર

રાજ્ય સરકાર વર્ષો જુના રેવન્યુ કાયદા સુધારણા કરવાનું વિચારી રહી છે અને વહેવારુ થાય તેવા નવા કાયદાની રૂૂપરેખા તૈયાર કરવાનું કામ રાજ્યના સનદી અને પ્રમાણિક અધિકારીઓને સોપ્યું છે તેને આવકારતા પુર્વ કોર્પોરેટર મુકેશભાઇ ધોળકીયાએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મહેસુલી સચીવને પત્ર લખી ગુજરાત સરકારના મહેસુલી કાયદા સરળ બનાવવા રજુઆત કરવાામં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે વાવે તેની જમીનનો ઢેબરભાઈ સરકારના કાયદાના કારણે હજારો લોકો ખેડૂત બન્યા છે. જેના કારણે જ આજે ઢોર ઢાંકર પશુધન બન્યું છે અને ખેત ઉત્પાદનના કારણે કરોડો લોકોના પેટ ભરાઈ છે. પરંતુ વિષમ પરિસ્થિતિના કારણે આજની સ્થિતિ એ હજારો ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. ત્યારે નવા ખેડૂતો બનાવીને ખેતી અને ખેત ઉત્પાદન બચાવવા પડશે.જેમાં ગુજરાત રાજ્ય ઝડપથી નિર્ણય કરે તે જરૂૂરી છે.
મેં અગાઉ પણ રાજ્યના ઘરખેડ કાયદામાં બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકે, ખેતી કરી શકે તેવા કાયદા લાવવા માટે આગ્રહ કરેલ. બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવો કાયદો લાવવો ખુબ જ જરૂૂરી લાગે છે. કારણકે તમામ ક્ષેત્રની જેમ ખેતી પણ એક હુન્નર અને વ્યવસાય છે.

જો કોઈપણ ધંધા માટે એટલે કે સોની કામ કરતો વ્યક્તિ મૂળ સોની જ હોવો જરૂૂરી નથી. કડીયા કામ કરતો વ્યક્તિના બાપ દાદા પણ કડીયા કામ કરતા હોઈ તો જ નવી પેઢી કડીયા કામ કરે તેવો કાયદો નથી. તો નવી પેઢીને પણ ખેતીનો વ્યવસાય કરવા ખેડૂત હોવું જરૂૂરી લાગતું નથી. ખેતીનો શોખ હોઈ કે આવડતી હોઈ તો ખેતી કરવા દેવી જોઈએ. ખેતીની જમીનમાં કામ કરતો મજુર ખેડૂત નથી છતાં ખેતી કરે જ છે ને.

સરકાર સર્વે કરે તો જાણવા મળશે કે મૂળ ખેડૂત છે તેમાંના કેટલા લોકો ખેતી કરવા માંગે છે ? અને સર્વે કરે તો એ પણ તોતિંગ આંકડો આવશે કે કેટલાય લોકોને ખેતી કરવી છે. ખેતી આવડે તેને કરવી નથી અને કરવી છે તેની પાસે ખેતીની જમીન નથી. આ વાસ્તવિકને સમજી સરકાર બિનખેડૂતને ખેતીની જમીન ધારણ કરી શકે તેવો કાનુન ખુબ જ જલ્દી લાવવા સૂચન કરવા આપને નમ્ર વિનંતી છે.

Exit mobile version