રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી ફરી આવી સામે ,સિવિલ હોસ્પિટલના સ્ટાફની બે મોઢા ની વાત એક બાજુ મૃતદેહને ટચ કરવાની ના, બીજી બાજુ એમ કહ્યું કે તમારે ઉતાવળ છે તો તમે લઇ જઈ શકો છો

રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં સપડા થી હોય છે ત્યારે ફરીથી તેની બેદરકારી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આજે એક કોરોના ના દર્દીનું અચાનક મૃત્યુ થતાં સિવિલ હોસ્પિટલ પર પરી સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર સિવિલની બેદરકારીના વીડિયો વાયરલ થયા છે. જેમાં કોરોનાના મૃત્યુ થયેલા દર્દીના મૃતદેહને લઈ જવા બાબતે સિવિલ હોસ્પિટલના સ્ટાફે દર્દીના સગા સાથે માથાકૂટ કરી હતી. જેમાં તેમણે બે મોઢાની વાતો કરતા દર્દીના સગા ભારે ગુસ્સે



થયા હતા. એક બાજુ સિવિલના સ્ટાફે કહ્યું કે દર્દીને કોરોના હોવાથી તેમના મૃતદેહને અડવાની ના પાડે છે જ્યારે બીજી બાજુ એમ કહ્યું કે તમારે ઉતાવળ થતી હોય તો તમારી પર્સનલ ગાડી બોલાવી અને તેમાં લઈ જઈ
શકો છો. જ્યારે કોઈ હોસ્પિટલમાં એક બીજો પણ બનાવ સામે આવ્યો છે જેમાં કોરોનાના દર્દીનું મૃત્યુ થતાં તેમના સગા એવું કહી રહ્યા છે કે આવું તો કઈ રીતે બની શકે કોઈ સાચા વ્યક્તિ આટલી જલદી કેવી રીતે મળી શકે?





રિલેટેડ ન્યૂઝ