બજાર ખુલતા જ સોનું નવી ટોચે, 55 હજાર ની સપાટીએ, ચાંદીના ભાવ 67400

દેશના ઝવેરીબજારોમાં આજે સોનાના ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો છે. ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના વધી રૂ.55 હજારની ઐતિહાસિક સપાટી કુદાવી ગયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વબજારમાં ભાવ વધી નવ વર્ષની ટોચે પહોંચી 67400 થઇ ગયા છે.

વિશ્વબજાર વધી જતાં ઘરઆંગણે આયાત થતીકિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ છે તથા તેના પગલે દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં રેકોર્ડ ભાવ ઉછાળાઓ જોવા મળી રહ્યા છે. જોકે બજારમાં નવી માગ પાંખી રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
ભાવ ઉછળતાં હવે કદાચ લોકો સોનું વેચવા નિકળશે એવી ભીતી પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો.રિલેટેડ ન્યૂઝ