રાજ્યના ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર

ગુજરાતના વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટરને મળશે. આ સહાય પેકેજથી રાજ્યના 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ઓગસ્ટ-2020માં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાને પરિણામે ખેતી પાકોને નુકસાન થયું છે. રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થઈ હતી. શરૂઆતના તબક્કામાં ખેતીને અનુકૂળ માફકસરનો વરસાદ થયો હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખૂબ સારા ઉત્પાદનના સંજોગો હતા, પરંતુ ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને નુકસાનના અહેવાલ છે, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકસાન થયું છે.

રાજ્ય સરકારે અવારનવાર જાહેરાત કરેલી છે કે, રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં 19 સપ્ટેમ્બરની સ્થિતિએ થયેલા નુકસાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલા સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના અંદાજિત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયનાં ધોરણો મુજબ અંદાજિત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે.

જેમાં 33 % અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10 હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. વધુમાં ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તોપણ તેમને ઓછામાં ઓછા રૂ. 5 હજાર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજિત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે.

આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે 1 ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોએ



નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજૂરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે,એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સહાય પેકેજ જે ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાઓ માટે કર્યું છે તેની યાદી આ મુજબ છે.

૧ કચ્છ
અબડાસા , અંજાર, ભચાઉ, ભુજ ,.ગાંધીધામ,. લખપત, માંડવી,મુંદ્રા ,. નખત્રાણા ,. રાપર*
૨ દેવભુમી દ્વારકા
ભાણવડ ,. દ્વારકા , કલ્યાણપુર , ખંભાળીયા*
૩ ભરુચ
આમોદ, અંક્લેશ્વેર, ભરુચ, હાંસોટ , જંબુસર ,ઝગડીયા ,નેત્રંગ , વાગરા ,
વાલીયા*
૪ પાટણ
. ચાણસ્મા , હારીજ,રાધનપુર ,સમી , સાંતલપુર,. શંખેશ્વર*
૫ અમદાવાદ
બાવળા, દેત્રોજ,.ધંધુકા, ધોલેરા ધોળકા*
૬ મોરબી
હળવદ માળીયા(મી.), મોરબી , ટંકારા ,. વાંકાનેર*
૭ જુનાગઢ
.
ભેસાણ , જુનાગઢ , કેશોદ , માળીયા (હા) માણાવદર
. માંગરોળ , મેંદરડા , વંથલી, વિસાવદર , જુનાગઢસીટી
૮ અમરેલી
. અમરેલી , બાબરા, બગસરા, ધારી,. જાફરાબાદ, .ખાંભા, લાઠી,. લીલીયા, રાજુલા, સાવરકુંડલા,.
કુકાવાવ*
૯ જામનગર,
. ધ્રોલ, જામજોધપુર ,.જામનગર , જોડીયા ૫. કાલાવાડ , લાલપુર*
૧૦ પોરબંદર
કુતિયાણા, પોરબંદર , રાણાવાવ*
૧૧ રાજકોટ,
ધોરાજી , ગોંડલ જામકંડોરણા, જસદણ ,.જેતપુર, કોટડાસાંગાણી,
લોધીકા, પડધરી ,. રાજકોટ, ઉપલેટા,વિછિયા

૧૨ ગીર સોમનાથ ગીરગઢડા,. કોડીનાર , સુત્રાપાડા , તાલાલા, ઉના ,.વેરાવળ
૧૩ મહેસાણા

બેચરાજી . કડી . મહેસાણા
૧૪ બોટાદ
. બોટાદ બરવાળા ,ગઢડા, રાણપુર
૧૫ સુરેંદ્રનગર
ચોટીલા . ચુડા દશાડા ધ્રાંગધ્રા લખતર . લીંબડી,મુળી , સાયલા થાનગઢ .વઢવાણ*

 ૧૬ભાવનગર

ભાવનગર ઉમરાળા . વલ્લભીપુર જેસર .મહુવા .શિહોર

૧૭ સુરત.
બારડોલી મહુવા માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ,ઉમરપાડા*

૧૮ નવસારી . જલાલપોર
૧૯ નર્મદા . નાંદોદ
૨૦ આણંદ . સોજીત્રા, તારાપુર






રિલેટેડ ન્યૂઝ