રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 412 કોરોનાના નવા કેસ, કુલ મૃતાંક 1000ને પાર

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 412 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 16,356 થઇ છે.

અમદાવાદમાં સૌથી વધુ 284 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 55 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 621 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. તો આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 9,230 દર્દીઓ કોરોનાનેમ્હાત આપી ચૂક્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1007 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 62 લોકો વેન્ટિલેટર પર છે તો 6057 લોકો સ્ટેબલ છે.

રિલેટેડ ન્યૂઝ