જલારામ સોસાયટી -ખોડિયારનગરમાં જુગાર રમતા 15 જુગારી ઝડપાયા

તમામ સામે 144 ભંગ બદલ અલગથી ગુનો નોંધતી માલવીયાનગર પોલીસ
રાજકોટ તા.30
શહેરમાં છૂટછાટ મળ્યા પછી દરરોજ જુગારીઓ જુગાર રમવા એકઠા થઇ રહ્યા છે ત્યારે માલવીયાનગર પોલીસે ખોડિયારનગર અને જલારામ સોસાયટીમાં દરોડા પાડી જુગાર રમતા 15 શખ્સોને ઝડપી લઇ રોકડા 14,740 કબ્જે કર્યા હતા અને તમામ વિરુદ્ધ 144 ભંગ બદલ કાર્યવાહી કરી હતી
શહેરમાં છૂટછાટ મળ્યા પછી દારૂ જુગારના કેસો ઉપર ખાસ વોચ
રાખવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી માલવીયાનગર પીઆઇ એન એન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે એસ ચંપાવત અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મશરીભાઇ ભેટારીયા, રોહિતભાઈ કછોટ, હરપાલસિંહ જાડેજા અને ભાવેશભાઈ ગઢવીને મળેલી બાતમી આધારે એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં દરોડો પાડી જુગાર રમતા દિલાવર ઇબ્રાહીમભાઇ સમા, પંકજ મહાદેવભાઈ ગોસ્વામી, સુલતાન હારૂનભાઇ સવાણ, મામદ આમદભાઈ સમા,રહીમ નથુભાઈ ખોખર, જાકીર મહેબુબભાઇ કુરેશી, વસીમ મહેબુબભાઇ કુરેશી, યાસીન ઇકબાલભાઇ સોલંકી અને ઇસ્માઇલ ઇબ્રાહીમભાઇ સમાને ઝડપી લઇ રોકડા 10,500 કબ્જે કર્યા હતા જયારે બીજો દરોડો જલારામ સોસાયટીમાં
પાડ્યો હતો જેમાં જાહેરમાં પતા ટીંન્ચતા ચેતન હેમતભાઈ ચાવડા, વિનુ મગનભાઈ મિસ્ત્રી, સંજય રાણાભાઇ ગુજરાતી, એજાજ અહેમદભાઈ સૈયા, શૈલેશ ભીમજીભાઈ કાસમભાઈ અને ભરત માવજીભાઈ બારોટને ઝડપી લઇ રોકડા 4240 કબ્જે કર્યા હતા પકડાયેલા તમામ 15 જુગારીઓ વિરુદ્ધ પોલીસે 144 ભંગ બદલ પણ કાર્યવાહી કરી હતી

રિલેટેડ ન્યૂઝ