કોલેજોની ફી બમણી કરવા ‘સિન્ડિકેટ’ તૈયાર ?

રાજકોટ તા,30
ગુજરાતમાં કોરોનાના કહેરના કારણે લાદવામાં આવેલા લાંબા લોકડાઉનની અસરથી વેપાર - ધંધા ઠપ્પ થઈ ગયા છે અને ગરીબ-મધ્યમવર્ગને ગુજરાન ચલાવવાના ફાફા પડી રહ્યા હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર રાહતો આપવાની જાહેરાત કરી રહી છે. ગુજરાત સરકારે પણ સ્કૂલોને ફી નહીં વધારવા અને જુની બાકી ફીના હપ્તા કરી દેવા હુકમ કર્યો છે ત્યારે સૌરાષ્ટ્રમા કોલેજોની દુકાનો ખોલીને બેસી ગયેલ વગદાર રાજકિય લોબીએ કોલેજોની ફી બમણી કરવાનો જબરો ખેલ નાખ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિ.ને સંલગ્ન કોલેજોમાં હાલની ફી રૂા.15 હજાર નિયત કરેલી છે પરંતુ આટલી
ફીથી પેટ ભરાતુ હોય નહીં તેમ કેટલાક રાજકિય દબદબો ધરાવતા અને સતાધારીપક્ષ ભાજપના ઉંડે સુધી મુળિયા નાખી ગયેલા કોલેજ સંચલકોએ કોલેજ ફી રૂા.30 હજાર કરવા સિન્ડીકેટ ઉપર દબાણ લાવ્યુ છે અને ગુપચુપ રીતે આ ઠરાવ મંજુર કરવા જબરો ખેલ માંડી દીધાનું જાણવા મળે છે.
બીસીએની ગત વર્ષની ફી રૂા.30 હજાર હતી તે નવાસત્રમાં 30 હજાર કરવાની રાજ્ય સરકારની મંજુરીનો કોઈ આધાર લઈ તમામ કોલેજોમાં ડબલ ફી કરવાસિન્ડીકેટમાં પાછલા બારણે ઠરાવ રજુ થઈ રહ્યો છે અને કોઈપણ મુદ્દે ધાંધલ ધમાલ થાય તેની વચ્ચે આ ફી વધારાનો ઠરાવ મંજુર કરાવી લેવાનો જબરો ત્રાગડો રચાયો હોવાનું કહેવાય છે.
એક એવી પણ વાત બહાર આવી છે
કે કોલેજોની ફી જે રૂા.15 હજાર છે તેમાં ડબલ વધારો કરી રૂા.30 હજાર મંજુર કર્યા બાદ તમામ કોલેજમાં એડમીશનની વ્યવસ્થા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત જ કરવાનો નિર્ણય લેવાઈ ગયેલ છે.
હાલ વેબીનાર અને
વીડિયો કોન્ફરન્સીંગના નામે મીટિંગ - સીટીંગ કરી રૂા.15 હજારની કોલેજ ફી રૂા.30 હજાર કરી નાખવા નિર્ણય લેવાઈ ગયો છે અને કોરોનાની મહામારી વચ્ચે આર્થિક રીતે ભીંસાયેલા વિદ્યાર્થીઓ - વાલીઓને ડામ દેવાનો તખ્તો ઘડાઈ ગયો છે.આમ પણ યુનિવર્સિટી દ્વારા કોલેજોની ફી રૂા.15 હજાર નિયત કરવામાં આવેલ હોવા છતાં રાજકિય ઓથ ધરાવતા અને સૌરાષ્ટ્ર યુનિ.ના રાજકારણ ઉપર પ્રભુત્વ ધરાવતા કોલેજ સંચાલકો રૂા.19 હજારની રૂા.22 હજાર સુધીની ફી વસુલી રહ્યા છે તેની સામે સૌરાષ્ટ્ર યુનિ. કોઈ પગલા ભરવાના બદલે આંખ મિચામણા કરી રહી છે. તેવામાં ફી ડબલ કરવાનો ખેલ પણ આખરી તબકકામાં હોવાનું કહેવાય છે.

રિલેટેડ ન્યૂઝ