મારા પર મહાભિયોગ ચલાવવો મહા ભયંકર હશે: ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિરૂદ્ધ મહા-ભિયોગની પ્રક્રિયા શરૂ થયા બાદ ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે કેપિટલ હિલ્સની બહારે જે કહ્યું હતું, તે યોગ્ય હતું અને મારા પર મહાભિયોગ ચલાવવું તે ભયંકર પગલું હશે. જેનાથી લોકોમાં ગુસ્સો ફાટી નીકળશે. જો કે ટ્રમ્પ એમ પણ કહ્યું કે તેઓ કોઈ પણ પ્રકારની હિંસા નથી ઈચ્છતા. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન અમેરિકી સંસદ કેપિટલ હિલ્સમાં 7 જાન્યુઆરીએ થયેલી હિંસા પછી આવ્યું છે.
ટ્રમ્પ પર કેપિટલ હિલ્સમાં હિંસા ભડકાવવાનો આરોપ છે. આ આરોપના આધારે ડેમોક્રેટ્સ તેમના વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી રહ્યાં છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ
(એચઓઆર)ના અધ્યક્ષા નેન્સી પેલોસીએ રવિવારે જ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની મંજૂરી આપી દિધી હતી.
ટ્રમ્પ માટે બંધ થઈ રહ્યો છે લોનનો માર્ગ
ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનને કોઈ બેન્ક લોન
આપવા ઈચ્છશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયુ નથી. ડ્યુશ બેન્કએ છેલ્લા દસ વર્ષમાં ટ્રમ્પની કંપનીઓને 300 મિલિયન ડોલર કરતા વધારે લોન આપી છે. જોકે, ડ્યૂશ બેન્કે પોતાની એન્ટી મની લોન્ડ્રિંગ નિષ્ણાત ટેમી મેકફેડેનને ગયા વર્ષે બહાર કર્યો હતો. ટેમીએ બેન્કના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગયા મહિને ડ્યૂશ બેન્કમાં ટ્રમ્પને બે નજીકના પ્રાઈવેટ બેન્કર્સે રાજીનામા આપી દીધા હતા.
ટ્રમ્પ 42 કરોડ
ડોલરની લોનની પર્સનલ ગેરન્ટી આપી છે
ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે 42.1 કરોડ ડોલરની એવી લોન છે, જે પર્સનલ ગેરન્ટ ટ્રમ્પે આપી છે. આ પૈકી મોટાભાગનું દેવુ અન્ય દેશોની બેન્કો અથવા કંપનીઓ
પાસેથી લેવામાં આવી છે. ચાર વર્ષમાં તે ચુકવણી કરવાની છે. આર્થિક બાબતોની તાપસ કરનારી અમેરિકાની તપાસ એજન્સી ઈંછજના જણાવ્યા પ્રમાણે વર્ષ 2010માં ટ્રમ્પે એફિડેવિડમાં કહ્યું કે વર્ષ 2008 અને 2009 દરમિયાન મારી કંપનીઓને 140 કરોડ ડોલરની ખોટ હતી.

રાજીનામું આપવા
મુદ્દે પણ મૌન
ટ્રમ્પ મંગળવારે ટેક્સાસની બોર્ડર વોલની મુલાકાતે જવા નીકળ્યા છે. આ પહેલાં તેઓએ રિપોટર્સ સાથે વાતચીત કરી. જો કે તેઓએ આ સવાલનો જવાબ ન આપ્યો કે તેઓ રાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપશે કે નહીં. ડેમોક્રેટ્સના મહાભિયોગ પ્રસ્તાવ પર તેઓએ કહ્યું કે, પઆ લોકો આવું કરી રહ્યાં છે તેનાથી લોકોમાં ઘણો રોષ જોવા મળશે. જે ઘણી જ ભયંકર વાત છે, પરંતુ આ લોકો આવું કરી રહ્યાં છે. મારા પર કેપિટલ હિલ્સમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાડવો તેમની (ડેમોક્રેટ્સ)ની રાજનીતિથી પ્રેરિત રણનીતિનો જ એક ભાગ છે.જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ કેપિટલ હિલ્સમાં થયેલી હિંસા માટે પોતાને કોઈ પણ રીતે જવાબદાર માને છે? ટ્રમ્પે કહ્યું કે અમેરિકી સંસદની બહાર હું મારા સમર્થકોને જે શબ્દો કહ્યાં હતા, તે
સંપૂર્ણ રીતે યોગ્ય હતા. જો તમે પોર્ટલેન્ડ અને સિએટલમાં થયેલી ભયંકર હિંસાને જુઓ તો તે સમયે મોટા રાજનીતિજ્ઞોએ જે નિવેદનો આપ્યા હતા, હકિકતમાં સમસ્યા તે જ હતી. તેઓએ જે કહ્યું તે જ પ્રોબ્લેમ છે.

સિગ્નેચર બેન્કે બંધ
કર્યું ટ્રમ્પનું એકાઉન્ટ
ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ છોડવાને હવે ગણતરીના દિવસો બાકી છે. 20 જાન્યુઆરીના રોજ જો બાઈડન રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ત્યારબાદ ટ્રમ્પનો કાર્યકાળ ખતમ થઈ જશે. પ્રેસિડેન્ટ પદ પરથી હટ્યા બાદ ટ્રમ્પની કંપનીઓ માટે આગળનો માર્ગ મુશ્કેલ બની શકે છે. કેપિટલ હિલ પર થયેલા હુમલા બાદ લોકો તેમની કંપની સાથે કામ કરવાથી બચી રહ્યા છે.સિગ્નેચર બેન્કે સોમવારે (11 જાન્યુઆરી)થી ટ્રમ્પના પર્સનલ અકાઉન્ટને બંધ કરવાની શરૂઆત કરી છે. કેપિટલ હિલની ઘટનાએ ટ્રમ્પની પ્રોપર્ટી પર પણ જોખમ ઉભુ કર્યું છે. આ અંગે સૌથી ઉપર વોશિંગ્ટન ડીસીની પોસ્ટ ઓફિસ ઉપર તેમની હોટેલ છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન ટ્રમ્પ સાથે કારોબાર માટે વિદેશી સરકારોએ અહીં રુમનું બુકિંગ કર્યું છે. અહીં ઈવેન્ટનું આયોજન કર્યું છે. સરકારી પ્રોપર્ટીમાં હોટેલ ચલાવવી તે ટ્રમ્પને નુકસાન પહોંચાડી શકે છે. તેમના ટીકાકારોનું કહેવું છે કે પોતાના શાસન દરમિયાન તેને ઓપરેટ કરવી અયોગ્ય વાત હતી. વોશિંગ્ટનમાં સિટીઝન ફોર રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, નૂહ બુકબાઈન્ડરનું કહેવું છે કે ટ્રમ્પ વોશિંગ્ટનની પ્રોપર્ટી સાથે પોતાની અનેક હોટેલ અને બિઝનેસ અગાઉથી ગુમાવી ચુક્યા છે. આ સંજોગોમાં ગયા સપ્તાહ સર્જાયેલી ઘટના બાદ અનેક કંપનીઓએ ટ્રમ્પ સાથે બિઝનેસ નહીં કરવાનો નિર્ણય લીધો છે.ટ્રમ્પની બાયોગ્રાફી લખનાર લેખક માઈકલ ડી એન્ટોનિયોએ કહ્યું છે કે ટ્રમ્પ માટે હવે મુશ્કેલ સમય છે. અમેરિકામાં હિંસાને લીધે તેમણે પોતાની કંપનીઓ માટે બજારમાં નેગેટીવિટી લાવી દીધી છે. મને લાગતુ નથી કે હવે લોકોનો દ્રષ્ટિકોણ બદલાશે. મોટાભાગની બ્રાન્ડ વિવાદોથી બચવાનો પ્રયત્ન કરી રહી છે. હવે કંપનીઓ પોતે નક્કી કરશે કે તેમને ટ્રમ્પ સાથે કામ કરવાનું છે કે નહીં.

રિલેટેડ ન્યૂઝ