ટોક્યો ઑલિમ્પિક: હોકીમાં સ્પેન સામે ભારતનો ‘જય હો’

- સ્પેનને 3-0થી હરાવી દબદબો જાળવ્યો

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમ ફરી ટ્રેક પર વાપસી કરતી નજરે પડી રહી છે. રવિવારે ઓસ્ટ્રેલિયા સામે 1-7થી કારમી હારનો સામનો કરનારી ભારતીય ટીમે મંગળવારે તેની પૂલ-એ મેચમાં સ્પેનને 3-0થી હરાવી હતી. આ જીત સાથે ભારતની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા મજબૂત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા 3 મેચમાંથી 4 પોઇન્ટ સાથે, પૂલ-એમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે. ઓસ્ટ્રેલિયા ટોચ પર યથાવત છે.
સ્પેન સામે પેનલ્ટી કોર્નર રોકતાં ભારતીય ડિફેન્ડર્સ. સ્પેનને મેચમાં 8 પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ એકપણ ગોલ થઈ શક્યો નહીં. મંગળવારે, ટોક્યોઓલિમ્પિક્સમાં, ભારતના હાથમાં વધુ એક મેડલ આવતાં આવતાં રહી ગયું. 10મી એર પિસ્ટલ મિશ્રિત શૂટર ઇવેન્ટમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીની ભારતીય જોડી ટોપ -4માં આવતા ચૂકી ગઈ. ભારતીય જોડી ક્વોલિફિકેશનના
પ્રથમ રાઉન્ડમાં 582 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને રહી હતી, પરંતુ આઠ જોડીના બીજા રાઉન્ડમાં 7મા સ્થાને રહી હતી. ટોચ 4 જોડીએ મેડલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ