મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મારી નાખવાની ધમકી…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે ખંડણી માંગવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રામ કથાકાર બટુક મોરારી બાપુ નામના એક સખ્શે CM ભુપેન્દ્ર પટેલ પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. અને તેના માટે CM પટેલને 10 દિવસ માટેનો સમય આપ્યો છે. અને જો તેને પૈસા ન મોકલવામાં આવ્યા તો તે CM પટેલને એક્સિડન્ટમાં મારી નાખવાની અને સ્ટેજ પરથી પછડાટ આપવાની ધમકી આપી છે.

વ્યક્તિએ ધમકી ભર્યો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. અને તે વીડિયોમાં તે વધુ માં જણાવે છે કે તેમને ગાદીએ બેસાડ્યા છે તો 1 કરોડની દક્ષિણા આપી જાવ અને જોપૈસા નહિ મળે તો 3 મહિનાની અંદર તેમને સતા પરથી પછાળી દેવાની ધમકી આપી છે. તમને ગાદીએ બેસાડ્યા એટલે એક કરોડની દક્ષિણ આપી દેજો, સમજ્યા એક કરોડ … એક રૂપિયો પણ ઓછો નહિ, આજે 25 તારીખ થયેલ છે. એટલે કે 5મી
તરીકે સુધીમાં …ગમે તે વ્યક્તિને મોકલી મને એક કરોડ મોકલાવી આપજો.

જોકે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તાપસ હાથ ધરી છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખંડણી માંગનાર અને ધમકી આપનાર શખ્સ ફરાર છે. અને તેની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ