લાલ સાગરમાં જોવા મળ્યો રહસ્યમયી શૈતાન ? ના તો આંખ, ના તો કાન અને ના તો મોઢું

મિસ્રના તટથી થોડે દૂર આવેલા લાલ સમુદ્રમાં સતાયા રીફની નીચે કેટલાક લોકો સમુદ્રી દુનિયાનો આનંદ માણિ રહ્યા હતા કે ત્યારે જ તેઓને એક રહસ્યમયી જીવ જોવા મળ્યો. જેની ના તો આંખો હતી, ના તો મોઢું હતું અને ના તો કાન હતા તેમ છતાં આ તરી રહ્યું હતુ.

જર્મનીના લુકાસ ઓસ્ટ્રટેન્ગે તેની તસવીરો લીધી છે. અને સમુદ્રની બહાર આવ્યા બાદ તેણે આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. 23 વર્ષીય લુકાશે જણાવ્યું કે, અમે જોયું કે એક ચૌકોર પાઇપ જેવી કોઈ આકૃતિ લાલ સાગરમાં તરી રહી છે. જેને ના તો આંખો હતી, ના તો મોઢું હતું કે ના કાન હતા. પરંતુ તેની એક બાજુ સફેદ રંગનો એક નુકીલુ અંગ હતું. તે અડવામાં રબર જેવું હતું અને તે તરી રહ્યું હતું. મેં આ પહેલા સમુદ્રમાં ક્યારેય આ પ્રકારનો જીવ નથી જોયો મારા સાથીઓ પણ આ પ્રકારના જીવને જોઈ દંગ રહી ગયા છે.

class="wp-block-image">

લુકાસ અને તેના સાથીઓને આ પહેલા કોઈ પોલીપ જેવું લાગ્યું જે એક નાજુક અને નરમ શરીર વાળો એક પ્રકારનો જીવ છે. અથવા તોજેલીફિશની કોઈ એક પ્રકારની નવી પ્રજાતિ હોઈ શકે છે. બીજા લોકોએ અંદાજ લગાવ્યો કે આ કોઈ પ્રકારનો સમુદ્રી રોપ હોઈ શકે છે. વારંવારના મનન બાદ આ કોઈ પ્રકારની જેલીફિશ હોઈ શકે છે તેમ મારુ અને મારા
સાથીઓનું માનવું છે.

આ કયો જીવ છે તેની જાણકારી મેળવવા માટે તેઓએ આ તસ્વીરને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે જેથી કોઈ સમુદ્રી જીવની જાણકારી રાખનાર વિશેષજ્ઞ આ વિષે વધુ માહિતી આપી શકે. દરેક લોકોએ અલગ અલગ જવાબ આપ્યો હતો કોઈએ કહ્યું કે આ એક સાઇફોનોફોર હોઈ શકે તો કોઈએ કહ્યું કે આ કોઈ પ્રકારની સોફ્ટ કોરલ છે. અંતમાં કોઈએ કહ્યું કે આ જેલીફિશની સૂંઢ છે ત્યારે આ મામલાનો ખુલાસો થયો. વાસ્તવિકમાં આ એક કોઈ જેલીફિશની સૂંઢ જ હતી. આ અંગેનો ખુલાસો ત્યારે થયો જયારે સંશોધન કરનારાના બીજા એક ગ્રુપે તે ઓનલાઇન ગ્રુપમાં એ જ સૂંઢ જેવી સૂંઢો વાળી જેલીફિશના સમૂહને તરતા જોઈ જેમાં એક સૂંઢ ગાયબ જોવા મળી હતી. બીજા સમૂહે કહ્યું કે આ ફિશ સતાયા રફની પાસેથી જ નીકળી હતી.

રિલેટેડ ન્યૂઝ