હવે નહીં ચાલે બિલ્ડરોની મનમાની ; સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

સુપ્રીમ કોર્ટે ફરી એક વાર મધ્યમ વર્ગના ઘર ખરીદનારા લોકોની હિતોની રક્ષા માટે આદર્શ બિલ્ડર-ખરીદી કરનારાની જરૂરીયાત પર સોમવારે ભાર આપીને કેન્દ્રને રેરાની જોગવાઈઓ અંતર્ગત એક સમાન નિયમ બનાવવા પર વિચાર કરવાનુ જણાવાયું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કેન્દ્રએ તેને રાજ્યો પર છોડવાના બદલે આદર્શ બિલ્ડર-ખરીદનાર કરાર અને આદર્શ એજન્ટ-ખરીદદાર કરાર બનાવવો જોઈએ. અને આ કરારને આખા દેશમાં લાગુ કરવો જોઈએ.

જસ્ટિસ ડી વાઈ ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે જણાવ્યું કે, મધ્યમ વર્ગના ઘર ખરીદનારા લોકોના વ્યાપક હિત માટે ચિંતામાં છીએ. ખંડપીઠે કેન્દ્ર દ્વારા રજૂ કરાયેલ સૉલિસિટર જનરલ તુષાર મહેતા સાથે આ મુદ્દે વિચાર કરવા માટે જણાવ્યું છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, વર્તમાન જાહેર હિતની અરજીનો ઉદ્દેશ્ય એ છે કે એક આદર્શ બિલ્ડર - ખરીદદારવચ્ચે કરાર થવો જોઈએ. કેન્દ્રીય સલાહકાર પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવે જેનાથી મૂળ નિયમો અને શરતોમાં કેટલીક એકરૂપતા હોય અને ફ્લેટ ખરીદનારા લોકોનું શોષણ ના થાય તે જરૂરી છે. કોર્ટે તેને
મહત્વપૂર્ણ મામલો ગણાવી કહ્યું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ તેણે આ સંદર્ભે ઈશારો કર્યો હતો કે એક આદર્શ બિલ્ડર-ખરીદદાર કરાર જરૂરી છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, અમે આને અલગ-અલગ રાજ્યો પર છોડવાને બદલે અમે ઈચ્છીએ છીએ કે કેન્દ્ર એક જેવા બિલ્ડર-ખરીદદાર કરાર બનાવે જેને તમામ રાજ્યોમાં લાગુ કરી શકાય.

રિલેટેડ ન્યૂઝ