મોદી સરકારનું ટેન્શન વધશે ,આંદોલન પાર્ટ -2ની તૈયારી

વડાપ્રધાન મોદીએ દેશમાં 3 કૃષિ કાયદાઓને પરત લેવા માટે એલાન કર્યું છે અને સરકારે પીછે હટ કર્યું છે. પણ ખેડૂતો હજુ પાછળ હટવા માટે તૈયાર નથી. એક તરફ જ્યાં વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે કે ખેડૂતો પોતાના ઘરે જતા રહે ત્યારે દિલ્હી બોર્ડર પર આંદોલનને હજુ આગળ વધારવા માટે નવીજ રણનીતિ ઘડવામાં આવી રહી છે . બોર્ડર પર ખેડૂતોની સંખ્યા ઘટવાને બદલે વધવા લાગી છે. અને આવનાર સમયમાં કૈક નવી જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

દિલ્હી ખાતે આંદોલન પાર્ટ 2ની તૈયારી કરવામાં આવી રહી છે. ફરીવાર ખેડૂતો દિલ્હી ટકરાફ કુછ કરી રહ્યા છે. કારણકે 26 નવેમ્બરે આંદોલનને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અત્યારથી જ મોટી સંખ્યામાં ખેડૂત નેતાઓ પોતાના સહયોગીઓ સાથે પહોંચી રહ્યા છે.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે કૃષિ આંદોલન હજુ સમાપ્ત થશે નહિ નહી , હજુ આગળની રણનીતિ ઘડવામાં આવી રહી છે. ખેડૂતોની આવક કી રીતે બમણી થઈ શકે તે મુદ્દે સરકારને સવાલો કરવામાં આવશે. ખેડૂતોની જીત ત્યારે જ થશે જયારે અમારા પાકને સારી કિંમતો મળી શકે.

ભારતમાં કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા રાજકારણ વચ્ચે 29 નવેમ્બરથી સંસદમાં શિયાળુ સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે. આ શિયાળા સત્રમાં કોરોના વાયરસ ની ગાઇડલાઇન મુજબ કામ કરવામાંઆવશે. વિપક્ષ પણ મોદી સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. મોંઘવારી,આતંકવાદ , લખીમપુર ખીરી હિંસા અને કૃષિ કાયદાના મૂદા પર વિપક્ષ દ્વારા સતત મોદી સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે
મોદી સરકારે કલમ 26 ખરડાને સંસદમાં મુકવાની તૈયારીમાં છે. 26 બિલ માંથી સૌથી વધારે ચર્ચા હાલ કૃષિ કાયદાઓ રદ કરવાનું બિલ અને ક્રીપ્ટોકરન્સીના ના બિલ પર ચર્ચા થઈ રહી છે. આ સાથે જ દેશમાં 3 કૃષિ કાયદા રદ કરવા માટેનું બિલ પણ રજુ કરવામાં આવશે. ભારતમાં આશરે એક વર્ષ પેહલા આ 3 કૃષિ કાયદા બનવવામાં આવ્યા હતા. જેનો ત્યારથી જ કેટલાક સંગઠનો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ હાલમાંજ પોતાના સંબોધનમાં માફી માંગતા જણાવ્યું હતું કે આ 3 કૃષિ કાયદા રદ કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં ગઈકાલે જ બિલને મંજૂરી આપી દેવામાં આવેલ છે. અને ત્યાર બાદ હવે સંસદમાં આ બિલ રજુ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ