સુવર્ણ ભંડારી ટોપ-10 દેશમાં ભારત સામેલ

સૌથી વધુ રિઝર્વ સોનું 8133.5 મેટ્રિક ટન અમેરિકા અને ભારત પાસે 653 મેટ્રિક ટન

(એજન્સી)
નવી દિલ્હી તા.14
સોનું મુશ્કેલ સમયમાં કામ આવે છે. અનેક દેશો તેને રિઝર્વ કરીને રાખે છે. સોનાને રિઝર્વ કરવાના મામલામાં ભારત પાછળ નથી. તાજેતરમાં જ આવેલ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાં સોનુ રિઝર્વ રાખનાર ટોપ-10 દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન 9મુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, સૌથી વધુ સોનાના ભંડારવાળા દેશમાં અમેરિકા પહેલા નંબર પર છે. દરેક દેશ પોતાની પાસે સોનાનો ભંડાર એટલા માટે રિઝર્વ રાખે છે કે, ગોલ્ડ રિઝર્વ તે દેશના કેન્દ્રીય બેંક પાસે હોય છે. કેન્દ્રીય બેંક આ ગોલ્ડ રિઝર્વને કોઈ પણ સંકટના સમયમાં દેશની ફાઈનાન્શિયલ સુરક્ષા માટે ઉપયોગમાં લેવાય છે.

કૌન કિતને ‘સોને’ મેં?

1અમેરિકા: ગોલ્ડ રિઝર્વના મામલે અમેરિકા પહેલા સ્થાન પર છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સોનુ અમેરિકાની પાસે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અનુસાર, અમેરિકાની પાસે 8,133.5 મેટ્રિક ટન સોનુ છે. તે તેના કુલ વિદેશી મુદ્રા ભંડારનું 79.1 ટકા છે.
2 જર્મની: ગોલ્ડ રિઝર્વના મામલામાં જર્મની બીજા નંબરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અનુસાર, જર્મનીનું ગોલ્ડ હોલ્ડિંગ 3363.6 મેટ્રિક
ટન છે. તેની કુલ વિદેશી મુદ્રા ભંડારમાં 75 ટકા હિસ્સેદારી છે. યુરોપીય દેશોમાં જર્મનીની પાસે સૌથી વધુ સોનુ છે.
3 ઈટલી: ઈટલી ત્રીજા સ્થાને છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અનુસાર ઈટલીની પાસે પાસે 2451.8મેટ્રિક ટન સોનુ છે. જે કુલ વિદેશી મુદ્રા ભંડારના 70.5 ટકા છે.
4 ફ્રાન્સ: ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલે ફ્રાન્સ વિશ્વમાં ચોથા સ્થાને છે. ફ્રાન્સની પાસે 2436 મેટ્રિક ટન સોનુ છે, જે કુલ વિદેશી મુદ્રા
ભંડારના 65 ટકા છે.
5 રશિયા: ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલે રશિયા વિશ્વમાં પાંચમા સ્થાને છે. રશિયાની પાસે 1040 મેટ્રિક ટન સોનુ છે, જે કુલ વિદેશી મુદ્રા ભંડારના 6.7 ટકા છે.
6ચીન: ગોલ્ડ રિઝર્વ રાખવાના
મામલે પાડોશી દેશ ચીન વિશ્વમાં છઠ્ઠા સ્થાને છે. ચીનની પાસે 1948.3 મેટ્રિક ટન સોનુ છે, જે કુલ વિદેશી મુદ્રા ભંડારના 3.3 ટકા છે.
7 સ્વિત્ઝરર્લેન્ડ: ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલે સ્વિત્ઝર્લેન્ડ
વિશ્વમાં સાતમા સ્થાને છે. સ્વિત્ઝર્લેન્ડની પાસે 1040 મેટ્રિક ટન સોનુ છે, જે કુલ વિદેશી મુદ્રા (અનુસંધાન પાના નં.8)

ભંડારના 6.7 ટકા છે.
હ જાપાન: ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલે જાપાન વિશ્વમાં આઠમા સ્થાને છે. જાપાનની પાસે 765.2 મેટ્રિક ટન સોનુ છે, જે કુલ વિદેશી મુદ્રા ભંડારના 3.1 ટકા છે.
હ ભારત: ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલે ભારત વિશ્વમાં નવમા સ્થાને છે. ભારતની પાસે 653 મેટ્રિક ટન
સોનુ છે, જે કુલ વિદેશી મુદ્રા ભંડારના 7.4 ટકા છે.
હ નેધરલેન્ડ: ગોલ્ડ રિઝર્વ રાખવાના મામલે નેધરલેન્ડ વિશ્વમાં દસમા સ્થાને છે. નેધરલેન્ડની પાસે 612.5 મેટ્રિક ટન સોનુ છે, જે કુલ વિદેશી મુદ્રા
ભંડારના 71.5 ટકા છે.

રિલેટેડ ન્યૂઝ