સેન્સેક્સ ઓલટાઇમ હાઇ

- તોફાની તેજીમાં સેન્સેક્સ 49517 અને નિફટી પણ 14563ની નવી ઊંચાઈએ

વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારોમાં પ્રારંભિક નરમાઈ પચાવી તેજીની તોફાની ચાલ આગળ વધતા સેન્સેક્સ 49517 અને નિફ્ટી 14563ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વેક્સિનના મુદ્દે સતત સાનુકૂળ વલણ
સર્જાયાના સહિતના અન્ય અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નવી લેવાલી ચાલુ રહેતા
તેજીની ચાલને વેગ સાંપડયો હતો. મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ નફારૂપી વેચવાલીએ પ્રારંભિક તબક્કામાં સેન્સેક્સ તુટીને ઈન્ટ્રા ડે 49079ની નીચી સપાટીએ ઉતર્યા બાદવિદેશી રોકાણકારોના નેજા હેઠળ નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સ રીકવર થઈ ઈન્ટ્રાડે વધીને 49569ની નવી ઓલટાઈમ હાઈ સપાટી રચી કામકાજના અંતે 247.79 પોઈન્ટ ઉછળી 49517.11ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.
એનએસઈ
ખાતે પણ પ્રારંભિક તબક્કામાં પીછેહઠ બાદ નીકળેલ નવી લેવાલીએ નિફ્ટી ઈન્ટ્રાડે વધી 14590નો ઈતિહાસ રચી કામકાજના અંતે 78.70 પોઈન્ટ વધીને 14563.45ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ.) રૂ. 90 હજાર કરોડનો વધારો થતા રૂ. 197.46 લાખ કરોડની ટોચે પહોંચ્યું હતું. આજે વિદેશી રોકાણકારોએ રૂ. 571 કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ