સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર :ગુજરાતમાં તારાજી સર્જાયા બાદ પણ હજુ આવનાર 3 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે હજુ પણ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહેમી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં લો પ્રેશર સક્રિય થવાથી રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જયારે આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ખાસ મહત્વનું છેકે રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોએ ભારે મુશ્કેલી ભોગવવી પડી છે.ત્યારે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી દરિયાકિનારા ના લોકોને એલર્ટ રહેવા અને માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા અનેક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છેઅમરેલી , રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગર,સોમનાથ માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જોકે રાજ્યમાં સારા વરસાદને કારણે પાણી સમસ્યા જે સર્જાઈ હતી તે દૂર થઈ ગયેલ છે. અને જે ડેમો ટાલિયા ઝાટક થઈ ગયા હતા તે પાણી થી ઓવરફ્લો થઈ ગયા છે. તેમજ રાજ્ય પર થી જળસંકટનો ખતરો દૂર થઈ ગયા છે. સારા વરસાદ થી ખેડૂતો પહ ખુશ થઈ ગયા છે તેમને સિંચાઇના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. પણ હાલ નો વરસાદ મેઘકહેર બની રહ્યો છે, તેમ લાગી રહ્યું છે.

સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાણી છે લોકોને ભારે હાલાકી પણ પડી રહી છે. વધુ વરસાદ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને નુકશાનીનો હે પણ ઉભો થયો છે.

રિલેટેડ ન્યૂઝ