3 કરોડ કર્મીના પગાર વધશે

દિવાળીની ગિફટ સમાન સ્કીમમાં કેન્દ્ર સરકાર ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનું ‘આધાર-વર્ષ’ બદલવા જઇ રહી છ

48 લાખ કેન્દ્રીય કર્મચારીને પણ મળશે લાભ: નવા ઇન્ડેક્સમાં હેલ્થકેરથી માંડી મોબાઈલ ફોન ખર્ચ પણ સામેલ કરાશે

કેન્દ્ર સરકારના એક નિર્ણયથી દેશના 3 કરોડ ઔદ્યોગિક શ્રમિકોના પગારમાં વધારો થઈ શકે છે. સરકાર ઔદ્યોગિક શ્રમિકો માટે ઉપભોકતા મૂલ્ય સૂચકાંક (ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેકસ)ના આધાર વર્ષને બદલવા જઈ રહી છે.
અત્યાર સુધી તેનો આધાર વર્ષ ર001 માનવામાં આવતો હતો પરંતુ હવે સરકારે પાયાના વર્ષ તરીકે ર016 કરવા નિર્ણય લીધાનું
સામે આવ્યું છે. આ મામલે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. વર્ષ ર001થી ઔદ્યોગિક શ્રમિકો માટે સૂચકાંકમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જે ખરેખર દર પ વર્ષે બદલવો જોઈએ. સરકારના આ નિર્ણયથી લાખો ઔધોગિક શ્રમિકો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.
ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકનો ઉપયોગ સરકારી કર્મચારીઓના ડીએ, પેન્શનર્સના ડીઆર અને ઔદ્યોગિક
મજદૂરોનો પગાર નક્કી કરવામાં આવે છે. આવતા સપ્તાહે કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી તરફથી સપ્ટેમ્બર ર0ર0નો સૂચકાંક જારી કરવામાં આવશે. સરકાર જો પાયાના વર્ષને બદલશે તો 3 કરોડ આદ્યોગિક શ્રમિકો, 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓને તેનો લાભ મળશે. નવા ઈન્ડેકસમાં હેલ્થકેર, એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ, અર્બન હાઉસીંગ, મોબાઈલ ફોન વગેરે ખર્ચને સામેલ કરવામાં આવી શકે છે.

21મીએ લાગી શકેછે ‘લોટરી’
સરકાર નવું સીપીઆઈ-આઈડબ્લ્યુ જાહેર કરશે. પાયાનું વર્ષ 2016 રહેશે. જો આવું થાય તો ડી.એ.માં વધારો થશે. આનાથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓને 60 લાખ કેન્દ્રીય સંસ્થાઓના કર્મચારીઓને ફાયદો
થશે. કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. તમામ રાજ્ય સરકારના કર્મચારીઓનો તોતીંગ પગાર વધારો કેન્દ્રની મોદીની ભાજપ સરકારના એક નિર્ણયથી થશે. બીજી બાજું દેશના સામાન્ય લોકો મોંઘવારી અને બેકારીથી પીડાઈ રહ્યાં છે. પાયાનું વર્ષ બદલાવની સીધી અસર ડીએ પર પડે છે. 5 કે 10 વર્ષ પહેલાના ચીજોના ભાવ અને હાલના નવા વર્ષના ચીજોના ભાવમાં મોટો ફેરાફર હોય છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષકુમાર ગંગવાર 21 ઓક્ટોબરના રોજ નવું સીપીઆઇ-આઈડબલ્યુ ઇન્ડેક્સ જાહેર કરી શકે છે. મોંઘવારી ભથ્થું એટલે કે ડી.એ.ની ગણતરી માટે (અનુસંધાન પાના નં.8)

સરકારનો આ ટેકો છે. સરકારની આવક ઘટી જતાં જૂન 2021 સુધી ડીએમાં વધારો મુલતવી રાખવામાં આવ્યો છે. હાલમાં કર્મચારીઓને માત્ર 17% ના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પાયાના વર્ષમાં ફેરફાર થવાથી ખાનગી ક્ષેત્રના કામદારોના લઘુતમ વેતનમાં પણ વધારો થશે. માર્ચ 2020માં કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે. તેથી એક કર્મચારીને સરેરાશ રૂ.1.5 લાખનો આર્થિક ફાયદો થયો હતો.

રિલેટેડ ન્યૂઝ