RILના આજના પરિણામ પર શેરબજારની નજર

આજે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું પરિણામ આવવાનું છે. એવું અનુમાન છે કે, કંપની પેટ્રોકેમિકલના વેપારમાં સુરત છે. પરંતુ જીઓના આંકડા ઘણા સારા છે. જ્યારે જીઆરએમ ઈન્ડસ્ટ્રીનું પરિણામ પણ વધુ સારું હોઇશકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલ પ્રમાણે નાણાકીય વર્ષ ર0ર1ની પહેલી ત્રિમાસિકમાં પેટ્રોકેમિકલ વેપારમાં સુસ્તી સંભવ છે. કંપનીના પ્રદર્શન પર લોકડાઉન અને પ્રોડકટની ઘટતી કિંમત જોવા મળી શકે છે. ડિમાંડમાં પણ સુસ્તી જોવા મળી શકે છે. એવું અનુમાન છે કે, પહેલા ત્રણ મહિનામાં કંપનીનું ઈબીઆઈટીએ
(અનુસંધાન પાના નં.8)
17500-18511 કરોડ



રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જે ગત ત્રણ મહિનામાં ર178ર કરોડ રૂપિયા રહ્યું હતું.
અનુમાન છે કે, આ ત્રણ મહિનામાં રિલાયન્સ જીઓની આવકમાં વધારો થયો હશે. ગત ત્રણ મહિનામાં તેની આવક 13968 કરોડ રૂપિયાથી વધીને
15000 કરોડ રૂપિયા અને નફો ગત ત્રણ માસના 1350 કરોડ રૂપિયાથી વધી ર300થી ર500 કરોડની વચચે રહી શકે છે. પહેલા ત્રણ માસમાં કંપનીના ગ્રાહકોનો આંકડો 39 કરોડની આસપાસ રહી શકે છે.
મહત્વનું છે કે, રિલાયન્સ રિટેઈલના
વેપાર પર કોવિડની અસર જોવા મળશે. પહેલા ત્રણ મહિનામાં રિલાયન્સ રિટેઈલની આવક 38ર00-40100 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.



રિલેટેડ ન્યૂઝ