RBIએ વ્યાજદર અને મિડલ ક્લાસની પીડા યથાવત્ રાખી

આરબીઆઈની મોનિટરી પોલીસી કમિટીએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. એમપીસીની બેઠક બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે એમપીસીના તમામ સભ્યોએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. તમામ સભ્યો વ્યાજદરમાં કોઈ પણ પ્રકારના ફેરફારના પક્ષમાં નહતા.
આરબીઆઈના આ નિર્ણય બાદ રેપો રેટ 4ટકા યથાવત રહેશે. આ એ રેટ હોય છે જેના
પર બેન્ક રિઝર્વ બેન્ક પાસેથી કરજ લે છે.
રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા યથાવત છે. આ એ રેટ છે જેના પર બેન્ક પોતાના પૈસા રિઝર્વ બેન્ક પાસે રાખે છે. એમએસએફ અને બેન્ક દરોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.



આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે કોરોના મહામારીને જોતા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. જેની અસર ગ્રોથ રિકવરી પર જોઈ શકાય છે. રિઝર્વ બેન્કની પોલીસી જાહેરાત બાદ શેર બજાર પણ જોશમાં
જોવા મળ્યું છે. શેર બજારોમાં પોલીસી બાદ તેજી વધી છે. બજાર દિવસના ઉપરના સ્તરો પર પહોંચી ગયું.
કોરોનાના વધતા કેસ છતાં રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષ એટલેકે 2021-22 માટે જીડીપી ગ્રોથનું અનુમાન પણ 10.5
ટકા યથાવત રાખ્યું છે. એમપીસીએ ગત જાહેરાતમાં પણ જીડીપીનું આ જ અનુમાન જણાવ્યું હતું.





રિલેટેડ ન્યૂઝ