જાહેરમાં થૂંકનાર અને માસ્ક ન પહેરનારને ૫૦૦ રૂપિયાનો દંડ: 2 રૂપિયામાં મળશે માસ્ક.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં અનલૉક ૩ થી જાહેરમાં માસ્ક ના પહેરનારા અને થૂકનારા વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. પૂર્વે જાહેરમાં માસ્ક ન પહેરનાર અને થૂંકવા પર 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવતો હતો. પરંતુ સરકારે આ નિર્ણયને બદલી ને હવે આજથી રાજ્યભરમાં એકસરખો જ દંડ વસૂલવામાં આવશે.

કોરોના વાઈરસની મહામારીથી બચવા માટે જાહેરમાં નીકળતી વખતે માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે. ત્યારે રાજ્યમાં અમુક જગ્યાઓ પર માસ્કની કાળાબજારો પણ ચાલી રહી છે. તે વાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે નાગરિકોને માટે મહત્વની જાહેરાતકરી છે. નાગરિકોને સસ્તામાં માસ્ક મળી રહે તે માટે અમૂલ પાર્લર પર માસ્કનું વેચાણ શરૂ કરાવ્યું હતું. જ્યાં 5 રૂપિયાનું સાદુ માસ્ક તેમજ 65 રૂપિયામાં N95 માસ્કનું વેચાણ કરવામાં આવે છે. જે હવે અમૂલ
પાર્લર પરથી રૂપિયા 10માં ૫ એક યુઝ એન્ડ થ્રો માસ્કનું એક પેકેટ મળશે. ઉપરાંત એક યુઝ એન્ડ થ્રો માસ્કની કિંમતમાં પણ ધટાડો કરવામાં આવેલ છે, જે હવે માત્ર ૨ રૂપિયામાં મળી રહેશે.સરકાર ની એક નવી પહેલ કે રાજ્યના તમામ લોકો માસ્કને સરળતા ખરીદી શકે તે માટે સરકારે માસ્ક ના ભાવમાં ઘટાડો કર્યો છે.રિલેટેડ ન્યૂઝ