વિજ્ઞાનનો ચમત્કાર: નેત્રહીનો પણ હવે નિહાળી શકશે દુનિયા

આપણે આપણી આંખોથી દુનિયા જોઈએ શકીએ છીએ, વાંચી શકીએ છીએ, પરંતુ જે લોકોની આંખો જ ના હોય તે ના દુનિયા જોઈ શકે છે, ના બીજું કઈ. તેમનું જીવન અંધકારમય જ બની જાય છે. પરંતુ હવે જલ્દી જ આવા દૃષ્ટિહીન લોકોને છુટકારો મળી જશે. કારણ કે દુનિયાની પહેલી બાયોનિક આંખ વૈજ્ઞાનિકોએ બનાવી લીધી છે.
ઓસ્ટ્રેલિયાના મોનાશ યુનિવર્સીટીના શોધકર્તાઓએ 10 વર્ષના સંશોધન બાદ બાયોનિક આંખ બનાવી લીધી
છે. તેનું ટ્રાયલ પણ થઇ ગયું છે. હવે તેને મનુષ્યના મસ્તિસ્કમાં લગાવવાની તૈયારી થઇ રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ દુનિયાની પહેલી બાયોનિક આંખ છે. યુનિવર્સીટીના ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જીન્યરીંગ વિભાગના પ્રોફેસર લાઓરીએ જણાવ્યું કે: અમે એક એવી વાયરલેસ ટ્રાન્સમીટર ચિપ તૈયાર કરી છે જે મગજની સપાટી ઉપર ફિટ થઇ જશે. અમે તેને બાયોનિક આંખ નામ આપ્યું છે. તેમાં કેમેરાની સાથે એક હેડગીયર ફિટ કરવામાં આવ્યું છે જે આસપાસ થવા વળી હરકતો ઉપર નજર રાખીને સીધા જ દિમાગનો સંપર્ક કરશે.
આ ડિવાઇઝની સાઈઝ 9 ગુણ્યાં 9 મિમિ છે. આ આંખને બનાવવામાં 10 વર્ષથી વધારે સમય લાગ્યો છે. પ્રોફેસરલાઓરીના જણાવ્યા પ્રમાણે બાયોનિક આંખ જન્મથી જ નેત્રહીન વ્યક્તિને લગાવી શકાય છે. શોધકર્તાઓએ ડિવાઈઝ વેચવા માટે ફંડની માંગણી કરી છે. જોકે તેનાથી શોધકર્તાઓને ગયા વર્ષે 7.35 કરોડ રૂપિયાનું ફંડ
આપવામાં આવ્યું છે.

ગયા વર્ષે ઘેટાં ઉપર કરવામાં આવ્યું હતું ટ્રાયલ
મોનાશ બાયોમેડિસીન ડિસ્કવરી ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર યાન વોન્ગના જણાવ્યા પ્રમાણે શોધ દરમિયાન 10 ડિવાઇઝનું ઘેટાં ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 7 ડિવાઈઝ ઘેટાઓના સવાસ્થ્યને નુકશાન પહોંચાવ્યાં વગર 9 મહિના સુધી એક્ટિવ રહ્યા. તો બીજી તરફ ડોક્ટર લ્યુસે કહ્યું કે: જો આ ડિવાઈઝ કારગર સાબિત થયું તો તેને મોટા પાયા ઉપર તૈયાર કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ