જૂનાગઢની લીલી પરિક્રમા, ભવનાથ મેળો કેન્સલ

- કોરોનાનાં સંક્રમણથી યાત્રિકોને બચાવવા રાજય સરકારનો નિર્ણય

કોરોનાના કારણે લાખો ભાવિકોની આસ્થાનું સ્થાન અને જેમાં પુણ્યનું ભાંથુ બાંધવાની માન્યતા પ્રચલીત છે તેવી ગીરનારની લીલીપરિક્રમા અને ભવનાથનો મેળો રદ્દ કરાયો છે. સરકાર દ્વારા જાહેરાત કરતા લાખો ભાવિકોમાં નિરાશા ફેલાઈ ગઈ છે. દરવર્ષે 10 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ગીરનારની લીલી પરિક્રમા કરવા આવતા હોય છે.
દિવાળી પછી એટલે કે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર પર્વતને ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા ને ગિરનાર ની પરિક્રમા કહેવામાં આવે છે. ચોમાસા પછી હરિયાળીથી ભરેલ ગિરનાર
પર્વત ફરતે કરવામાં આવતી આ પરિક્રમાને દેશી ભાષામાં લીલી પરકમ્મા પણ કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં શ્રદ્ધાળુઓ કારતક સુદ અગિયારસના રોજ ભવનાથ તળેટી એ રાત્રી રોકાણ કરી બીજા દિવસે સવારેદૂધેશ્વર મહાદેવ ની જગ્યા પાસે થી શરૂ થતા પરિક્રમાના રસ્તે ચાલી નીકળે છે. સૌપ્રથમ જીણાબાવાની મઢિએ વિસામો લઈ સરકડીયા હનુમાન, સુરજકુંડ, પાટનાથ થઈ માળવેલા રાત્રિ રોકાણ કરે છે. ત્રીજા દિવસે
સવારે શ્રવણવડ, વાસંતીનાગ, હેમાજળીયા કુંડ થઈને બોરદેવી માતાજીની જગ્યામાં રાત્રિ રોકાણ કરે છે. ચોથે દિવસે બોરદેવી થી દૂધવન ઢોળાવાળી ખોડીયાર પર્વતની ઘોડી ચઢીને ગિરનારની સીડી પાસે તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે.

રિલેટેડ ન્યૂઝ