ભારતીયોને USના ગ્રીનકાર્ડ વિશે મળી શકે છે ખુશખબર

વર્ષો સુધી અમેરિકાની નાગરિકતાની રાહ જોતા લોકો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની સંસદે ફરી એક વખત બિલ પર વિચાર કરી રહી છે, જેમાં ગ્રીનકાર્ડની રાહ જોતાં લોકોને નક્કી કરેલી ફી અને કેટલીક શરતો પૂરી કર્યા બાદ નાગરિકતા મળી શકે છે. જોકે બિલ હજુ બિલકુલ પ્રાથમિક તબક્કામાં જ છે. એની પ્રક્રિયામાં ઘણો જ સમય લાગી શકે છે. ગ્રીનકાર્ડનો બેકલોગ ઘણો લાંબો હોય છે અને લાખો લોકો ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સ એનો શિકાર બને છે. તેમને વારંવાર પોતાના વર્ક વિઝાને રિન્યુ કરવા પડે છે.
આ બિલ તે રિક્ધસલિએશન પેકેજનો ભાગ છે, જે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરાયું હતું.
ગ્રીનકાર્ડને પર્મનન્ટ રેસિડેન્ટ કાર્ડ પણ કહેવામાં આવે છે. આ ઈમિગ્રન્ટ્સ એટલે કે અપ્રવાસીઓ માટે ઈસ્યુ કરવામાં આવે છે. બિલ પર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની જ્યુડિશિયરી કમિટી વિચાર કરી રહી છે. ઈમિગ્રેશન સાથેના મામલાઓ પરના નિર્ણય આ કમિટી જ લે છે. કમિટી દ્વારા જાહેર લેખિત નિવેદન મુજબ ગ્રીનકાર્ડ માટે અરજદારને 5 હજાર ડોલર સપ્લીમેન્ટલ ફી એટલે કે પૂરક રાશિ આપવી પડશે. ફોબ્ર્સ મેગેઝીને આ વાતની જાણકારી આપી છે. જો કોઈ અમેરિકી નાગિરક કોઈ ઈમીગ્રન્ટને સ્પોન્સર કરે છે તો આ સ્થિતિમાં ફી અડધી એટલે કે અઢી હજાર ડોલર થઈ જશે. જો એપ્લીક્ધટની પ્રાયોરિટી ડેટ બે વર્ષથી વધુ છે તો આ ફીસ 1500 ડોલર હશ.ે
રિપોર્ટ મુજબ આ ફી બાકી પ્રોસેસિંગ ફીથી અલગ હશે. બીજા શબ્દોમાં કહીએ તો આ ફી અલગથી આપવાની રહેશે અને પ્રોસેસિંગમાં થનારો ખર્ચ પણ અલગ હશે.
ગ્રીન કાર્ડને લઈને અમેરિકાની સરકારનું વલણ



બદલાતું રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં તો વર્ક વીઝા જ મુશ્કેલ થઈ ગયા હતા. ટ્રમ્પનું કહેવું હતું કે કંપનીઓની પહેલી પ્રાથમિકતા અમેરિકી નાગરિકોને નોકરી આપવી હોવી જોઈએ. જો બાઇડને તેનો
વિરોધ કર્યો હતો અને સુધારાઓનો વાયદો કર્યો હતો. જો કે આ મુદ્દે તેઓને પણ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
જો આ બિલની જ વાત કરવામાં આવે તો તે સ્પષ્ટ છે કે તે પાસ થવામાં ઘણો જ લાંબો સમય લાગી શકે છે. હાલ તો
જ્યૂડિશિયર કમિટી જ તેના પર વિચાર કરી રહી છે. જે બાદ આ બિલને લઈને બંને ગૃહમાં લાંબી ચર્ચા ચાલશે. અનેક પ્રસ્તાવો આવશે અને પછી તેના પર ચર્ચા થશે. જો આ બધી જ પ્રક્રિયા પૂરી થયા તો તે પછી અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ કરશે. તેમની સહી પછી જ આ બિલ કાયદો બની શકશે.

કેટલાક અન્ય લોકોને પણ ફાયદો થશે
એક રિપોર્ટ મુજબ જો આ બિલ પાસ થઈ જશે તો તે લોકોને પણ ફાયદો થશે જે ઘણી નાની ઉંમરમાં અમેરિકા આવ્યા હતા અને જેની પાસે ઈમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ નથી. ખેતી કે કોવિડ દરમિયાન અતિ જરૂરી સેવાઓમાં કામ કરનારાઓને પણ તેનો ફાયદો ઉઠાવી શકશે. કેટલાંક લોકોનું કહેવું છે કે આ બિલથી ભારતીય અને ચીનના નાગરિકોને વધુ ફાયદો મળશે. જો કે કેટલાંક જાણકારો એ પણ માને છે કે આ બિલથી અપ્રવાસીઓને એક જ સરખાં ફ્રેમવર્કમાં લાવી શકાશે.





રિલેટેડ ન્યૂઝ