ભારત નો ઓસ્ટ્રેલિયા સામે 11 રન થી શાનદાર વિજય : ભારતીય બોલર્સ એ મચાવ્યો કેનબેરામાં તરખાટ

ત્રણ T -20 ની શ્રેણી માં ,પ્રથમ, શ્રેણી માં ભારત એ પ્રથમ મેચ માં 11 રન થી વિજય પ્રાપ્ત કર્યો
ચહલ અને નટરાજન એ 3- 3 વિકેટ લઇ ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું .

ભારતના ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણ T-2૦ ની શ્રેણીમાં આજના પ્રથમ મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયા સામે ૧૬૨ રન નું લક્ષ્ય રાખ્યું હતું જેમાં કે. એલ. રાહુલ એ ૪૦ બોલ માં ૫૧ રન, તેમજ રવિન્દ્ર જાડેજા એ ૨૩ બોલ માં ૪૪ રન નું યોગદાન આપ્યું હતું, રત્યારબાદ બીજી ઇંનિગમા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઑસ્ટ્રેલિયાની ટીમને તેના ઓપનર્સ એ ખુબજ સારી જીતની આશા બાંધી હતી પરંતુ રવિન્દ્ર જાડેજાની ઇજાના કારણે ટીમમાં સ્થાન પામેલા યૂઝવેન્દ્ર ચહલ એ ફીન્ચ ની વિકેટ લઇ ભારત ને રાહત નો અનુભવ કરાવ્યો હતો.
ત્યારબાદ ઑસ્ટ્રેલિયાની ઇંનિંગ્સ સતત પડતી વિકેટ ના કારણે લથડવા લાગી. ફિન્ચનાગયા પછી સ્મિથ, મેકસવેલ અને શોર્ટ જેવા મહત્વપૂર્ણ બેટ્સમેનની વિકેટ ભારતના બોલર્સ એ લઈને ભારતનો રંગ રાખ્યો.

જેમાં T-૨૦ ઇન્ટરનેશનલ માં પદાર્પણ કરતા નટરાજન એ પોતાની આગવી મિસેલ ગાઇડેડ બોલિંગ થી ઑસ્ટ્રેલિયાના વિજયરૂપી આશાઓના મહેલને ધ્વસ્ત કરી નાખ્યો હતો.

ભારત તરફ થી આગામી મેચોમાં પણ આવાજ દેખાવ ની ભારતીય ક્રિકેટ પ્રેમીઓને આશા છે. ભારતના બોલર્સ એ આજે કેનબેરામાં ભારતનો ડંકો વગાડ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, આગામી મેચ તારીખ ૬ ને રવિવાર એ સિડની માં રમાશે.

રિલેટેડ ન્યૂઝ