આજે વહેલી સવાર થી રાજકોટના બિલ્ડર ગ્રુપ પર IT ના દરોડા , જાણીતા ઉદ્યોગપતિ ઝપેટમાં

રાજકોટ માં છેલ્લા ઘણા સમયથી IT વિભાગના દરોડા પડી રહ્યા છે .ત્યારે રાજકોટના જાણીતા RK ગ્રુપ પર IT એ દરોડા પડતા રાજકોટના અન્ય બીલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આજ સવાર થી રાજકોટમાં IT વિભાગે 2 ડઝન જેટલા બિલ્ડરોને ત્યાં દરોડા પડ્યા છે. RK ગ્રૂપના સર્વાનંદ સોનવાણી સહિતના અન્ય ભાગીદારોને ત્યાં IT ના દરોડા પડ્યા હતા સિલ્વર હાઈટ્સ સોનવાણી ના ફ્લેટ પર દરોડા પડતા શહેરના અન્ય બીલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

IT વિભાગે સિલ્વર હાઈટ્સમાં રહેતા બીજા અન્ય 4 ભાગીદારોને ત્યાં દરોડા પડ્યા હતા જેમાં જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ ને ત્યાં પણ તાપસ હાથધરવામાં આવી હતી સાથેજ જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT વિભાગે તાપસ હાથ ધરી હતી તેમનું શ્રેયસ સોસાયટી ખાતેના મકાન માં તાપસ હાથ ધરી હતી

સાથેજ RK ગ્રૂપના 2 કોન્ટ્રાક્ટરોને ત્યાં પણ તાપસ હાથ ધરવામાં આવી હતી આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં તાપસ હાથ ધરાઈ હતી રિંગરોડ ખાતેના 8 પ્રોજેક્ટ ને કારણે IT વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અને કરોડોનું નાણું હાથ લાગે તેવી શક્યતા છે

રિલેટેડ ન્યૂઝ